સર્જિકલ સ્ટ્રાઇકથી સેનાનું ગૌરવ વધ્યું: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશના હિમાચલ પ્રદેશની મુલાકાતે છે. પીએમ મોદીએ વિલાસપુરમાં એઇમ્સ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું છે. પીએ મોદીએ તે સિવાય ઉનામાં આઇઆઇઆઇટી, કાંગડામાં સેઇલના પ્રોસેસિંગ યુનિટની શિલાન્યાસ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિલાસપુર ખાતે જનસભાને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું દેશમાં કૃષિ ક્રાંતિ લાવવામાં બિલાસપુરનો મોટુ યોગદાન છે. પીએમએ કહ્યું કે હિમાચલના લોકોએ દેશ માટે ઘણા બલિદાન આપ્યા છે. એઇમ્સ હોસ્પિટલથી હિમાચલના લોકોને લાભ થશે પણ હિમાચલમાં આવતા પ્રવાસીઓને એઇમ્સ હોસ્પિટલનો લાભ મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્જીકલ સ્ટ્રાઇક અંગે નિવેદન આપ્યું હતું. ભારતીય સેનાએ સર્જીકલ સ્ટ્રાઇક કરીને સાબિત કર્યું છે કે તે કોઇનાથી ઓછી નથી. સેનાએ કરેલ સર્જીકલ સ્ટ્રાઇકથી સેના પ્રતિ સન્માનનો ભાવ વધે છે. સર્જિકલ સ્ટ્રાઇકથી સેનાનું ગૌરવ વધ્યું છે તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું.

You might also like