“PM મોદી પાસે માત્ર 50 હજારની રોકડ રકમ”: PMO

ન્યૂ દિલ્હીઃ દેશને ડિજિટલ બેંકિંગ અને ચૂકવણી માટે ડિજિટલ ઉપયોગને માટે પ્રોત્સાહિત કરવાવાળા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની અર્થવ્યવસ્થાને ઓછી રકમવાળી બનાવવાનો સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યાં છે. ઓછામાં ઓછી તેઓની આર્થિક સ્થિતિ તો આમ જ કરી રહેલ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે રોકડ રકમનાં રૂપમાં માત્ર 48,944 રૂપિયા છે. આ રકમ 31 માર્ચ 2018 સુધીની જ છે. ગયા વર્ષ સુધી આ રકમ અંદાજે 1 લાખ 50 હજાર રૂપિયા જ હતી. પ્રધાનમંત્રીની રોકડ રકમમાં અંદાજે 67 ટકાનો ઘટાડો થયો છે. જો કે 31 માર્ચ, 2018 સુધી પ્રધાનમંત્રીની કુલ નાણાંકીય સંપત્તિઓની કિંમત 2.28 કરોડ રૂપિયાથી વધારે છે.

આમાં PMની ચલ સંપત્તિઓની કિંમત 1,28,50,498 રૂપિયા છે અને તેઓનાં ગાંધીનગર સ્થિત આવાસીય જમીનની કિંમત એક કરોડ રૂપિયા છે. જાણકારી અનુસાર પ્રધાનમંત્રીનાં ગાંધીનગર સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાનાં ખાતામાં રકમ 11,29,690 રૂપિયા છે.

You might also like