આજે સોનિયાનો જન્મ દિવસઃ પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને આજે તેમના ૭૦મા જન્મદિવસે શુભેચ્છાઓ પાઠવી હતી. મોદીએ ટ્વિટ કરીને અભિનંદન આપતાં તેમને દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્યની શુભકામનાઓ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીનો જન્મદિવસ ૯ ડિસેમ્બર ૧૯૪૬ના રોજ થયો હતો. તેઓ ૧૯૯૮થી કોંગ્રેસ પક્ષનાં અધ્યક્ષા તરીકેની જવાબદારી સંભાળી રહ્યાં છે.

કોંગ્રેસ પક્ષના વડા મથકે સોનિયા ગાંધીના જન્મ દિવસનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. પક્ષના નેતાઓ સહિત કેટલાય લોકોએ સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. જન્મદિન પ્રસંગે સોનિયા ગાંધીના નિવાસસ્થાનની બહાર પોસ્ટર અને બેનર લગાવવામાં આવ્યાં હતાં. પૂર્વ વડા પ્રધાન ડો.મનમોહનસિંહે સોનિયા ગાંધીના નિવાસસ્થાને જઇને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
http://sambhaavnews.com/

You might also like