આબુ ધાબીના રાજકુમાર સાથેની મુલાકાત દરમિયાન PM મોદીથી થઈ મોટી ગરબડ!

નવી દિલ્લી: નવી દિલ્લી સ્થિત હૈદરાબાદ હાઉસમાં એ સમયે મોટી ગરબડ થઈ ગઈ હતી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં મુખ્ય અતિથિ માટે આબુ ધાબીના રાજકુમાર સાથે વાતને સમજી નહોતા શકતા. એવું એટલા માટે થયું કેમ કે અનુવાદક હાજર નહોતો.

આબુ ધાબીના રાજકુમાર મોહમ્મદ બિન જાયેદ બુધવારના બંને દેશોની વાતચીત દરમિયાન હૈદરાબાદ હાઉસમાં બોલી રહ્યા હતા. અનુવાદક સમય કરતાં મોડો પહોંચ્યો અને સુરક્ષા કારણોને માટે તેને અંદર જવાની પરવાનગી આપવામાં નહોતી આપવામાં આવી જ્યારે કે રાજકુમાર અરબીમાં બોલી રહ્યો હતો ત્યારે તેને સમજાતું નહોતું તોપણ પીએમ મોદી હેડફોન લગાડીને સાંભળી રહ્યા હતા.

ભારતના 68માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે આબુ ધામીના રાજકુમાનને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાજકુમારે મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને મોટા ઉદ્યોગપતિની એક ઉચ્ચ સ્તરીયે પ્રતિનિધિમંડળ સાથે મંગળવારે મુલાકાત માટે અહીં પહોંચ્યા હતા.

You might also like