VIDEO: PM મોદીનાં હસ્તે GFSUનાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઇ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ અત્યારે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિ.નાં પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં છે. પદવીદાન સમારોહમાં PM મોદી, CM રૂપાણી, રાજ્યપાલ ઓ.પી.કોહલી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા સહિતનાં નેતાઓ ઉપસ્થિત રહ્યાં છે.

મહત્વનું છે કે 512 વિધાર્થીઓને PM મોદીનાં હસ્તે પદવી એનાયત કરાશે. યુનિ. 5 વિધાર્થીઓને Ph.Dની ડીગ્રી એનાયત કરાશે. 40 ગોલ્ડ મેડલીસ્ટને સન્માનિત કરવામાં આવશે. 353 વિદ્યાર્થીઓ હાજર રહીને પદવી મેળવશે.

ઉલ્લેખનીય છે કે PM મોદીએ આજે સુરત થઇને વલસાડ ખાતે પહોંચ્યાં હતાં. જ્યાં તેઓએ જૂજવા ગામની મુલાકાત લીધી હતી. જૂજવા ગામમાં PM મોદીએ 586 કરોડની સિંચાઇ યોજનાનું ખાતમુહુર્ત કર્યું હતું. આ યોજના બાદ હવે ધરમપુર અને કપરાડાનાં અંતરિયાળ ગામોને પીવાનું પાણી મળી રહેશે.

ત્યાર બાદ PM મોદીએ 1 લાખ 17 હજાર જેટલાં આવાસોનું લોકાર્પણ કર્યું હતું. 1 લાખ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ પણ કરાવ્યો હતો. PM મોદીએ આવાસ યોજનાનાં લાભાર્થીઓ સાથે સીધો જ સંવાદ કર્યો હતો.

મહત્વનું છે કે હવે વલસાડથી PM મોદી જૂનાગઢ ખાતે પહોંચ્યાં હતાં. અહીં તેઓએ સંબોધન કર્યું. જૂનાગઢમાં નવી સિવિલ હોસ્પિટલનાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં તેઓ પહોંચ્યાં હતાં. ત્યારે CM રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, કૃષિમંત્રી આર.સી.ફળદુ સહિતનાં નેતા કાર્યક્રમમાં હાજર રહ્યાં છે. અહીં PM મોદીને સ્મૃતિ ચિહ્ન ભેટ કરાયું હતું.

GFSU પદવીદાન સમારોહમાં PM મોદીએ ડીગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી. PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે, વિદ્યાર્થીઓની આગળની મહત્વની યાત્રાની શરૂઆત થશે. PM મોદીએ વિદ્યાર્થીઓ અને તેમનાં માતા પિતાને અભિનંદન પાઠવ્યાં. વિદ્યાર્થીઓની સફળતા માટે તેમનાં માતા-પિતાનો સાથ જરૂરી. ખૂબ જ ઓછા સમયમાં GFSUએ સફળતા મેળવી.

PM મોદીએ GFSUમાં વિદ્યાર્થીઓને કર્યું સંબોધન…

વિદ્યાર્થીઓ અલગ અલગ વિષયોમાં શિક્ષણ સાથે રિસર્ચ કરે છે: PM
સ્વપ્ન પુરા કરવા માટે આત્મવિશ્વાસ હોવો ખૂબ જરૂરી: PM
ગુજરાતમાં રક્ષા શક્તિ યુનિ., ફોરેન્સિક યુનિ., નેશનલ લો યુનિ. બનાવાઈઃ PM
છેલ્લાં 5 વર્ષમાં 6 હાજરથી વધુ લોકોને તાલીમ આપીઃ PM
5 વર્ષમાં 6 હજારથી વધુ લોકોને તાલીમ આપાઈ: PM
20થી વધુ દેશોનાં 700થી વધુ પોલીસ ઓફિસરને તાલીમ આપીઃ PM
20થી વધુ દેશોનાં 700થી વધુ પોલીસ અધિકારીઓને તાલીમ અપાઈ: PM
ગુજરાતમાં 3 મહત્વનાં મુદ્દાઓ પર કામ થયું: PM
ડિજિટલ ટેક્નોલોજીનું મહત્વપૂર્ણ યોગદાન છેઃ PM
ગુજરાતમાં રક્ષા યુનિવર્સિટી, ફોરેન્સિક યુનિ, નેશનલ લો યુનિ બનાવાઈ: PM
દરેક વ્યક્તિનાં જીવનમાં સાયબર ક્રાઈમ અસર કરે છે: PM
સાયબર ક્રાઈમ રોકવા માટે ગુજરાતમાં અનેક પગલાં લેવાયાં: PM
સાયબર ક્રાઈમને રોકવા માટે એક્ષપર્ટની જરૂર : PM
ફોરેન્સિક સાયન્સની તમામ ક્ષેત્રોમાં મદદ મળી રહેશે: PM
ગંભીર અપરાધોને રોકવા માટે પોલીસને મદદ મળે છે: PM
ટ્રેડિશનલ બાબતોની મદદથી ફોરેન્સીક સાયન્સ વધુ સમૃદ્ધ બન્યું: PM
ફોરેન્સિક સાયન્સની મદદથી ન્યાયિક પ્રક્રિયાઓ ઝડપી બનશે: PM
DNA એનાલિસિસનો લાભ દરેક રાજ્યને મળ્યો : PM
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં દુષ્કર્મનાં કેસોમાં ફોરેન્સિક સાયન્સની મદદ મળી: PM
સારૂ શિક્ષણ જ સમૃદ્ધ સમાજ સ્થાપી શકે છે: PM

You might also like