આજે દિગ્ગજો બીજા તબક્કામાં મતદાન કરશે, મોદી રાણીપથી મતદાન કરશે

આજે 14મી ડિસેમ્બરના રોજ રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં આજે 14 જિલ્લાની 93 બેઠકો માટે મતદાન થશે. જેમાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ મતદાન કરવાના છે. આજે વડાપ્રધાન મોદી પણ મતદાન કરવા માટે ગુજરાત આવવાના છે.

વડાપ્રધાન મોદી અમદાવાદના રાણીપની નિશાન વિદ્યાલયમાં મતદાન કરશે. આ સિવાય ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી શાહપુરની હિન્દી શાળામાં મતદાન કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતાની પત્ની અને પરિવાર સહિત નારણપુરામાં મત આપશે તો કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી વેજલપુરમાં મતદાન કરશે.

આ સિવાય કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી બોરસદથી મતદાન કરશે. કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલ ડભોઈથી અને શક્તિસિંહ ગોહિલ ગાંધીનગરથી મતદાન કરવાના છે. વિરોધપક્ષના નેતા મોહનસિંહ રાઠવા પણ છોટા ઉદેપુરમાં મતદાન કરશે.

You might also like