Categories: India

PM મોદીએ મજેન્ટા ટ્રેનને ગ્રીન સિગ્નલ આપ્યું, કરી ડ્રાઈવરલેસ ટ્રેનની મુસાફરી

વડાપ્રધાન મોદીએ આજે બપોરે બોટનિકલ ગાર્ડન સ્ટેશન પર ડ્રાઈવરલેસ મજેન્ટા મેટ્રો ટ્રેનને ગ્રીન સિગ્નલ આપી તેનું ઉદ્દઘાટન કરી દીધું છે. મજેન્ટા લાઈન પર મુસાફરો સોમવારે સાંજથી આ મેટ્રોમાં મુસાફરી કરી શકશે.

36.23 કિમીની આ લાઈનને પશ્ચિમ દિલ્હીથી જનકપુરી સુધી લાંબી કરવામાં આવી છે. આ પ્રસંગે મોદીની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિતના મં6ીઓ અને ડીએમઆરસીના મેનેજર ડૉ. મંગૂ સિંહ હાજર રહ્યા હતા.

આ ટ્રેન સીધી દિલ્હીથી કાલકાજી મંદિર નોએડા જશે. આ લાઈનનું અધૂરું કામ માર્ચ 2018 સુધીમાં પૂરું થઈ જશે. જાણો આ ડ્રાઈવરલેસ ટ્રેનની ખાસિયત શું છેઃ

 • – આ મેટ્રો ટ્રેનમાં સીટો ગુલાબી અને નારંગી રંગની હશે. રિઝર્વેશન સીટો માટે ખાસ લીલો રંગ રાખવામાં આવ્યો છે.
  – અત્યાર સુધી મેટ્રોમાં બે સીટો એકલા માટે રહેતી હતી, પરંતુ હવે તે સીટો ત્રણ કરવામાં આવી છે અને બાકીની પાંચ સીટર છે.
  – ટ્રેનમાં USB ચાર્જિંગ પોઈન્ટસની સાથે સાથે LED સ્ક્રીન પણ આપવામાં આવી છે.
  – મુસાફરોની સુરક્ષા માટે 9 સ્ટેશનોમાં પ્લેટફોર્મ સ્ક્રીન દરવાજા પણ લગાવવામા આવ્યા છે.
  – આ ટ્રેનના એક કોચમાં 35-40 લોકો એકસાથે બેસી શકે છે.
  – આ ટ્રેનના એક કોચમાં ત્રણ અલગ અલગ પોલ લગાવવામાં આવ્યા છે, જેથી જગ્યા ન મળનાર મુસાફરો તેને પકડીને ઉભા રહી શકે.
  – બૉટનિકલથી કાલકાજીનો રસ્તો કાપતા 52 મિનિટનો સમય લાગે છે, પરંતુ હવે આ અંતર માત્ર 19 મિનિટમાં કાપી શકાશે.
  – આ ટ્રેનમાં ભાડુ પણ 20 થી 30 રૂપિયા સુધીનું લેવામાં આવશે.
  – હાલમાં આ લાઈન પર 10 મજેન્ટા ટ્રેન ચાલશે.
Navin Sharma

Recent Posts

જિઓ બની દેશની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની

મૂકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓએ તેના લોન્ચિંગના અઢી વર્ષમાં જ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. યુઝર્સ બેઝના આધારે…

3 hours ago

વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ દેવતાઓની મૂર્તિ ક્યાં રાખવી?

ઘરમાં અને મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવાની પરંપરા જૂના સમયથી ચાલતી આવી છે. મોટાભાગના લોકો ગણેશજી, લક્ષ્મીજી, બાળ ગોપાલની મૂર્તિઓ…

4 hours ago

દિવસે ભઠ્ઠીમાં ફેરવાતી બીટ ચોકીમાં પોલીસ કર્મચારી પગ મૂકતાંય ડરે છે

શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે. ત્યારે આવા માથાના દુઃખાવા સમાન ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક પોલીસ…

5 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના નાઇટ શેલ્ટરમાં કોઈ ફરકતું જ નથી

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઘરવિહોણા લોકોને ધોમધખતા તાપ કે કડકડતી ઠંડી કે ભારે વરસાદ જેવા કુદરતી વિષમ સંજોગોમાં આશરો આપવા…

5 hours ago

ગુજકેટઃ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાને લઇને ચકાસણી

લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાંની સાથે જ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાની તારીખમાં વધુ એક વખત ફેરફાર કરવાની ફરજ…

5 hours ago

શહેરના હેરિટેજ સમાન ટાઉનહોલને નવ કરોડના ખર્ચે રિનોવેટ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ટાઉનહોલને હવે વધુ સુવિધાસજ્જ અને અદ્યતન બનાવવાની તજવીજ હાથ ધરાઇ છે. બહુ ટૂંકા સમયમાં શહેરની મધ્યમાં…

5 hours ago