ઇમરજન્સીમાં લોકોને જ નહીં પણ વિચારોને પણ બંધક બનાવાયા: PM મોદી

ઇમરજન્સીના 43 વર્ષ પછી પણ કોંગ્રેસ આ ધબ્બાને મીટાવી શકી નહીં. વિપક્ષ આજે પણ ઇન્દિરા ગાંધીના તે નિર્ણયને મુદ્દો બનાવી રહી છે. સત્તાધારી ભાજપ ઇમરજન્સીના દિવસને કાળા દિવસ તરીકે ઉજવણી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમરજન્સીના એ સમયને ‘ડાર્ક પીરિયડ’ બતાવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે ટ્વિટ કરતાં 1975ના તે સમયની નિંદા કરી હતી. પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું કે રાજનૈતિક શક્તિ માટે જનતા નહી પરંતુ વિચારોની આઝાદીને પણ બંધક બનાવી હતી.

25-26 જૂનની રાત લાગુ તે આદેશ બાદ દેશની પરિસ્થિત પર પીએમ મોદીએ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે હું દરેક પુરુષ અને મહિલાઓની શક્તિને સલામ કરુ છું જેણે ઇમરજન્સીનો વિરોધ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું 43 વર્ષ પહેલા લાગુ કરવામાં આવેલા આદેશને ભારત કાળા દિવસ તરીકે યાદ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 43 વર્ષ પૂરા થવા પર ટ્વિટ કરતા કહ્યું ઇમરજન્સીના સમયમાં દેશમાં ડરનો માહોલ હતો. ઇમરજન્સીનો વિરોધ કરનારા લોકોના સાહસને સલામ કરું છું. દેશ ઇમરજન્સીને કાળા કાળ તરીકે યાદ કરે છે. ઇમરજન્સીમાં દેશના દરેક સંસ્થાનને બરબાદ કરવામાં આવ્યા. લોકોને જ નહીં પણ વિચારનો પણ બંધ બનાવાયા હતા.

You might also like