ગુજરાતનો દરિયા કિનારો વિકસાવીને રોજગારી આપીશુઃ પીએમ મોદી

સોમનાથ પીએમ નરેન્દ્ર મોદી વહેલી સવારે હવાઇ માર્ગે આજે સોમનાથ પહોંચ્યા છે. મોદી સોમનાથ મંદિરે દર્શન કરવા આવવાના હોવાથી અહીં સઘન સુરક્ષા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. અહીં વૈદિક મંત્રોચાર સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેઓ સભાને સંબોધિત કરી હતી. પ્રજાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, બે દિવસ પહેલાં હું વિશ્વનાથના ચરણોમાં હતો. આજે અહીં છું.  મોદીએ અભિવાદન બદલ લોકોનો ખૂબ ખૂબ  આભાર માન્યો હતો.

તેમણે કહ્યું હતું કે, દેશમાં વિકાસ થયો છે. એક તરફ વિરાટ સાગર બીજી તરફ મા ગંગા છે. પરમદિવસે વિશ્વનાથના ચરણોમાં હતો આજે સોમનાથ છું. પહેલાં વિદ્યાર્થીનીઓ શૌચાલ્ય ન હોવાને કારણે શાળાએ ન જતી હતી. હવે શૌચાલ્યને કારણે અભ્યાસ કરવા જાય છે. અમે જનધન યોજના હેઠળ ગરીબોના ખાતા ખોલાવ્યા. ગરીબો પણ અમીરોની જેમ હવે કાર્ડ દ્વારા પૈસા નિકાળતા થઇ ગયા છે. ત્રણ વર્ષના ટૂંકાગાળામાં દેશે વિકાસ અનુભવ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે સાગર માળા યોજના અંતર્ગત આઠ લાખ કરોડ રૂપિયાનું રોકાણ સમુદ્ર તરટના વિકાસ માટે કરવામાં આવશે. રોજગારીની તકો ઉભી થશે. ટૂરીઝમ, ઔધ્યોગિક વિકાસ, જીવન ધોરણ બદલાશે. 400 પ્રોજેકેટ દેશના સમુદ્ર તટ માટે નક્કી કર્યા છે. જેમાંનો એક દીવમાં પણ છે. ગુજરાતના દરિયા કિનારે 40 પ્રોજેક્ટ છે. 45 હજાર કરોડનું મૂડી રોકાણ ગુજરાતના દરીયા કિનારે થશે. 18 પોર્ટ આધુનિક કરવામાં આવેશ. રોડ, રેલવે સાથે કનેક્ટિવિટી અપડેટ કરવામાં આવશે.

7 પોર્ટ લેક ઔધ્યોગિક નગરી સાથે જોડવામાં આવશે. 4  કોસ્ટલ કોમ્યુનિટી ડેવલોપમેન્ટ પ્લાન્ટનો પ્રોજેક્ટ છે. કંડલા પોર્ટ ધમધમી રહ્યું છે. તેને નફો કરતું પોર્ટ બનાવ્યું છે. દ્વારકા અને બેટ દ્વારકા જવા માટે એક આઇકોનીક બ્રિજ બનાવવાની યોજના વિચારમાં આવી છે. જેમાં ગ્રીન એનર્જી હોય, ચાલતા, કારમાં કે સાઇકલ પર સરળતાથી જઇ શકાશે. ટૂરિઝમના વિકાસનું સૌથી મોટું સેન્ટર અહીં બનશે. આપણી પાસે સંપદા છે. તેની પર વિકાસનું મોડલ લઇને આપણે આગળ વધી રહ્યાં છે. હાલ ડિઝાઇન બની રહી છે. ભવિષ્યમાં તેનો શીલાન્યાસ કરવામાં આવશે. 500 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે. બ્રિજ એવો હશે કે લોકો જોવા આવશે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું છે કે સ્માર્ટ બંદરીય નગરી બનાવવામાં આવશે. 14 એકરની અંદર 50 હજારથી વધારે લોકોને રોજગારી મળે તેવો આ પ્રોજેક્ટ છે. ભરૂચમાં ઘણી યોજનાઓની જાહેરાત મેં ગઇ કાલે કરી તેનો લાભ સૌરાષ્ટ્રને મળશે. સ્ટ્રેટ હાઇવે છે તેને ભારત સરકાર જવાબદારી લઇને નેશનલ હાઇવે બનાવવામાં આવશે. ભારત સરકાર 12 હજાર કરોડ રૂપિયા આ કામ માટે ફાળવશે. અકસ્માત ઓછા થાય અને સ્પીડ વધે તે રીતે રોડ બનાવવામાં આવશે. આઠ રાજ્યના ધોરી માર્ગ નેશનલ હાઇવે બનશે.

http://sambhaavnews.com/

You might also like