‘મનમોહનસિંહની નિષ્ઠા પર સવાલ નહીં’ રાજ્યસભામાં જેટલીનું નિવેદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન મનમોહસિંઘને લઇને આપેલા નિવેદન મુદ્દે સંસદમાં ઘણા સમયતી ચાલી રહેલા હંગામાનો આજે અંત આવ્યો છે. નાણા પ્રધાન અરૂણ જેટલીએ રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોઇ એવી ઇચ્છા નહોતી કે જેના કારણે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ અથવા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીની દેશભક્તિની નિષ્ઠા પર કોઇ સવાલ ઉભો થાય.

જો કે આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં હાજર હતા નહીં. નાણાં પ્રધાન અરૂણ જેટલીના નિવેદન બાદ વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદે પણ જણાવ્યું કે અમે વિશ્વાસ આપીએ છીએ કે હવે સંસદ ચલાવામાં વિપક્ષ તરફથી સહયોગ આપવામાં આવશે.

આ અગાઉ પણ સંસદની શરૂઆત કુલભૂષણ મુદ્દે ભારે હંગામેદાર રહી હતી. રાજ્યસભામાં અરૂણ જેટલી બપોરે આ મુદ્દે નિવેદન આપી શક્યા હતા. લોકસભામાં કૂલભૂષણ જાધવના પરિવાર સાથે પાકિસ્તાનમાં કરવામાં આવેલ વ્યવહારનો મુદ્દો પણ ઉઠ્યો હતો.

આમ, પૂર્વ પીએમ મનમોહનસિંઘ તેમજ પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ અંસારી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદન પરના હંગામા બાદ અંતમાં બુધવારે સંસદનો ડેડલોક પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસની ડિમાન્ડ પછી આજે ક્રિસમસના વેકેશન બાદ શરૂ થયેલ સંસદ સત્ર દરમિયાન રાજ્યસભામાં નાણાં પ્રધાન અરૂણ જેટલીએ આ મામલે નિવેદન આપ્યું હતું.

You might also like