રાફેલ મુદ્દે રાહુલનો ફરી હુમલોઃ PM મોદીએ ફ્રાન્સ સાથે સીધી ડીલ કરી

728_90

(એજન્સી) નવી દિલ્હી: કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ખાસ બોલાવેલ પ્રેસ કોન્ફરન્સમાં રાફેલ ડીલને લઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એક વખત નિશાન બનાવ્યા છે. રાહુલ ગાંધીએ અંગ્રેજી અખબાર ‘ધ હિંદુ’ને ટાંકીને જણાવ્યું છે કે રાફેલ ડીલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સીધી સંડોવણી છે. પીએમ મોદીએ ફ્રાન્સ સાથે સીધી ડીલ કરી હતી.

રાહુલે જણાવ્યું હતું કે પીએમ મોદીએ સ્વયં એરફોર્સના રૂ.૩૦,૦૦૦ કરોડ લૂંટી લીધા અને એક ખાનગી કંપનીને આપી દીધા. હું છેલ્લાં એક વર્ષથી આ મુદ્દો ઉઠાવી રહ્યો છું. હવે એક એવો રિપોર્ટ સામે આવ્યો છે કે સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ પણ સ્વીકાર્યું છે કે પીએમ મોદી ફ્રાન્સ સરકાર સાથે આ મુદ્દે સમાંતર ચર્ચા કરી રહ્યા હતા.

રાહુલે વધુમાં જણાવ્યું હતું કે ફ્રાન્સ સરકાર સાથે રાફેલ ડીલને લઇને સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહેલ ડીલ દરમિયાન વડા પ્રધાન કાર્યાલયની દખલનો સીધો ફાયદો ફ્રાન્સને થયો હતો. પીએમઓની આ દખલનો સંરક્ષણ મંત્રાલયે વિરોધ પણ કર્યો હતો. હવે આ મીડિયા રિપોર્ટના આધારે કોંગ્રેસે ફરી મોદી સરકાર સામે નિશાન તાકયું છે અને જણાવ્યું છે કે પીએમ મોદીએ સીધી રીતે તેમાં દખલગીરી કરી હતી.

અંગ્રેજી અખબાર ‘ધ હિંદુ’નું કહેવું છે કે ૭.૮ અબજ ડોલરના વિવાદી રાફેલ ડીલ પર બંને દેશો તરફથી ટોચના સ્તરે ચાલી રહેલ વાટાઘાટોમાં પીએમઓની સમાંતર દખલગીરીનો ભારતીય સંરક્ષણ મંત્રાલયે જોરદાર વિરોધ કર્યો હતો. પીએમઓની દખલના કારણે સંરક્ષણ મંત્રાલય અને તેની ટીમ દ્વારા આ ડીલને લઇને વાતચીત નબળી પડી ગઇ હતી. રાહુલે એવું પણ જણાવ્યું હતું કે તમે રોબર્ટ વાડરા અને ચિદમ્બરમ્ સહિત કોઇની પણ તપાસ કરી શકો છો, પરંતુ તે પહેલાં રાફેલ મુદ્દે જવાબ આપો.

ર૪ નવેમ્બર ર૦૧પના રોજ પીએમઓની દખલને સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરની જાણ પર લાવવામાં આવી હતી અને આમ રાહુલે જણાવ્યું હતું કે પીએમ મોદીએ આ ડીલમાં સીધી દખલ કરી હતી અને ભારતીય વાયુદળને રૂ.૩૦,૦૦૦ કરોડનું નુકસાન કરાવ્યું હતું. પીએમએ ચોરી કરેલા નાણાં અનીલ અંબાણીને આપી દીધા હતા.

You might also like
728_90