PM મોદીએ ફોન પર ઇમરાન ખાન સાથે કરી વાતચીત, જીત બદલ પાઠવી શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના ભાવિ વડાપ્રધાન અને તહરીક-એ ઇન્સાફ પાકિસ્તાનના અધ્યક્ષ ઇમરાન ખાનને ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમરાન ખાન સાથે ટેલિફોનિક વાતચીત કરી અને સૌથી વધારે બેઠક જીત બદલ અભિનંદન આપ્યાં.

ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાને 11 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના વજીર-એ આઝમ પદના શપથ લેવાની જાહેરાત કરી છે. જો કે ઇમરાન ખાનના પક્ષને પૂર્ણ બહૂમતિ મળી નથી, પરંતુ આઝાદ સાંસદો અને નાની પાર્ટીઓ સાથે મળી ગઠબંધન સરકાર બનાવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ઇમરાખનની આ જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરી શુભેચ્છા પાઠવી. ઇમરાન ખાન સાથે વાતચીતમાં પીએમ મોદીએ લોકતંત્રને મજબૂત થવાની આશા વ્યક્ત કરી. પીએમ મોદીએ પડોશી દેશ સાથે વિકાસ અને શાંતિના પોતાના વિઝનને પણ ઇમરાનખાનને વાતચીતમાં જણાવ્યું.

ચૂંટણીમાં જીત બાદ ઇમરાન ખાને પોતાના પ્રથમ ભાષણમાં જણાવ્યું હતું કે તેને દુઃખ થયું કે ભારતના મીડિયાએ તેને બોલિવુડના વિલેન તરીકે દર્શાવ્યો. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની ચૂંટણીમાં તહરીક-એ ઇન્સાફ પાર્ટી નેશનલ એસેમ્બલીમાં સૌથી મોટી પાર્ટી બની છે પરંતુ તેને સંપૂર્ણ બહુમત પ્રાપ્ત થયો નથી. પાકિસ્તાનમાં 25 જૂલાઇના રોજ ચૂંટણી યોજાઇ હતી.

You might also like