PM મોદી-જસ્ટીન ટ્રુડો વચ્ચે દ્વિપક્ષીય બેઠક, ભારત-કેનેડા વચ્ચે 6 મહત્વના કરાર

કેનેડા અને ભારત વચ્ચે દોસ્તી વધુ મજબૂત બની ગઇ છે. ભારત-કેનેડા વચ્ચે 6 મહત્વના કરાર કરવામાં આવ્યાં છે. બંને દેશ વચ્ચે પ્રથમ કરાર ઇલેકટ્રોનિકસ, બીજો પેટ્રોલિયમ, ત્રીજો સ્પોર્ટસ, ચોથો કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિયલ પોલીસી, પાંચમો ઉચ્ચ શિક્ષણ અને છઠ્ઠો સાયન્સ ટેકનોલોજી અને ઇન્નોવેશન પર કરવામાં આવ્યા છે.

આ સમજૂતિ બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કર્યું. પીએમ મોદીએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં કહ્યું કે આતંકવાદ લોકતંત્ર માટે સૌથી વધુ ખતરારૂપ છે. પીએમ મોદીએ જણાવ્યું કે કેનેડાના પીએમન જસ્ટિન ટ્રુડોની ભારત મુલાકાતથી ખુશી થઇ છે.

જોઇન્ટ પત્રકાર પરિષદમાં પીએમ મોદીએ કહ્યું કે કેનેડાના ભારતીય સમુદાયની ઉપલબ્ધિયા પર દરેક ભારતવાસીઓને ગર્વ છે. મને બંને વચ્ચે હજી પણ વધુ ભાગીદારીને લઇને આશા છે. ઉલ્લેખનીય છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું આજે સવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

કેનેડાના પીએમને રાષ્ટ્રપતિ ભવન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. કેનેડાના પીએમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગળે લગાવી સ્વાગત કર્યું હતું.

You might also like