જર્મનીમાં લાગ્યા “PM મોદી બલૂચિસ્તાન લવ યૂ”ના નારા

મ્યૂનિખઃ જર્મનીના અલગ અલગ શહેરોમાં બલૂચિસ્તાનમાં પાકિસ્તાનના દમન વિરૂદ્ધ બલૂચ એક્ટિવિસ્ટોએ પ્રદર્શન કર્યું છે. જર્મનના મ્યૂનિખમાં બલૂચ લોકોએ “પીએમ મોદી બલૂચિસ્તાન લવ યૂ”ના ફોટોગ્રાફ્સ સાથે પાકિસ્તાન વિરૂદ્ધ નારેબાજી કરી છે.

ત્રણ દિવસ પહેલાં પણ જર્મનીમાં પાકિસ્તાન વિરૂદ્ધ નારેબાજી થઇ હતી. બલૂચ લોકો જર્મનીના લિપજિગમાં પાકિસ્તાન વિરૂદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ લોકોએ બલૂચિસ્તાનમાં ભારતની મદદ માટે ભારતનો આભાર માન્ય હતો. તેમની પાસે પીએમ મોદીના ફોટોગ્રાફ્સ હતા. સાથે જ તેઓ પાકિસ્તાન પાસેથી આઝાદી માંગી રહ્યાં હતા.

પીએમ મોદીએ 15 ઓગસ્ટ લાલા કિલા પર પોતાના ભાષણમાં બલૂચિસ્તાનનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારથી બલૂચ લોકોએ પાકિસ્તાન વિરૂદ્ધ પ્રદર્શન સક્રિય કર્યું છે. આ ભાષણને પગલે 28 ઓગસ્ટે પીએમ મોદીના નિવેદન સામે બલૂચિસ્તાને એસેમ્બલીમાં સર્વસમ્મતિથી નિંદા પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એક સપ્તાહ પહેલાં બલૂચિસ્તાનમાં આઝાદી ઇચ્છતા સમર્થકોએ પાકિસ્તાન વિરૂદ્ધ જબરજસ્ત પ્રદર્શન કર્યું હતું, સાથે જ ભારતનો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો. તેમણે બલૂચિસ્તાનના શહિદ નેતા અકબર બુગતીની સાથે પીએમ મોદીનો ફોટો પણ લહેરાવ્યો હતો.

You might also like