પિતાના દુશ્મનો સાથે રાજકારણ કરી રહ્યા છે અખિલેશ: PM મોદી

કન્નોજ: યૂપીમાં બીજા તબક્કાની ચૂંટણી વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે કન્નોજમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન એમણે ડિંપલ યાદવ ઉપરાંત એક વખત ફરીથી સપા અને કોંગ્રેસ ગઠબંધન પર નિશાન સાધતાં કહ્યું કે સમાજવાદની વાત કરતાં લોકો જૂઠું બોલે છે.

પીએમ એ આગળ કહ્યું કે અખિલેશને હજુ ઓછો અનુભવ છે અને કોંગ્રેસ વાળા કેટલા ચતુર છે એમને ખબર પડતી નથી., મુલાયમજીને તો ખબર હતી. કોંગ્રેસના લોકો મુલાયમને નફરત કરતાં હતા. અખિલેશ 10 માર્ચ 1984ને યાદ કરી લે. જે કોંગ્રેસએ મુલાયમ પર ગોળીઓ ચલાવી અખિલેશએ એમની સાથે જ હાથ મળાવ્યો.

સપા, કોંગ્રેસ અને બસપા પર પ્રહારો કરતાં કહ્યું કે યૂપીમાં હજુ ત્રિપગી દોડી રહી છે. કોંગ્રેસનો એક પગ સપા સાથે તો બીજા બસપા સાથે છે. પરંતુ બે પગ વાળાને હરાવી શકશે નહીં. પીએમ એ આ પહેલા કહ્યું કે સરકારની જવાબદારી હોય છે કે એ ગરીબો, પછાત અને દલિતો માટે કામ કરે પરંતુ રાજ્ય સરકાર અસફળ રહી. આ સરકાર એવી સૂતેલી છે કે એને અનાથ આશ્રમમાં ગરીબોને ખાવા આપવા માટે જે પૈસા મળે છે એનો પણ ખર્ચ કરતી નથી.

ડિંપલ યાદવ પર નિશાન સાધતા કહ્યું કે સમાજવાદીઓની વહુએ બટેકાની ચિપ્સની ફેક્ટરીનું વચન પાળ્યું નહીં. જેમને વચન પાળ્યું નથી એમને આ ચૂંટણીમાં સજા આપો. અમે બટાકા ઊગાડતાં ખેડૂતોને મરવા દઇશું નહીં. રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું કે કોંગ્રેસમાં એવા નેતા છે જેમને ખબર પણ નથી કે બટાકા ખેતરમાં ઊગે છે કે ફેક્ટરીમાં.

ભાષણની શરૂઆત કરતાં ઇસરોની ઉપલબ્ધિ પર શુભેચ્છા આપતાં કહ્યું કે ઇસરોએ 7 દેશોના 104 સેટેલાઇટ્સને અંતરીક્ષમાં મોકલીને ઇતિહાસ રચી દીધો છે.

You might also like