તંજાનિયાને અલવિદા કહીને કેન્યા પહોંચ્યા વડાપ્રધાન મોદી

નૈરોબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની તંજાનીયા યાત્રા પુરી કરીને આજે કેન્યાની રાજધાની નૈરોબી પહોંચ્યા હતા. અહીં પહોંચીને તેમણે લખ્યું કે નમસ્તે નૈરોબી. આફ્રીકન દેશોની યાત્રા પર આ તેમનો અંતિમ પડાવ છે. આ તેમણે હોટલમાં કેટલાક ભારતીય પરિવાર અને નાના બાળકો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતની જાણકારી આપતા તેમણે ટ્વિટ કરીને લખ્યું કે નૈરોબીનાં હોટલમાં યુવાન મિત્રોની સાથેનો કેટલોક સમય.

અગાઉ તંજાનિયાથી વિદાઇ લેતા સમયે તેમણે ત્યાંનાં રાષ્ટ્રપતિ મુગુફૂલીનો ધન્યવાદ પણ અદા કર્યો હતો. તેમણે ટ્વિટ કર્યું કે રાષ્ટ્રપતિ તેને વિદા કરવા માટે પોતે એરપોર્ટ પર પહોંચ્યા અને તેમને સન્માન આપ્યું તેનાં માટે તેમનો આભાર. એક અન્ય ટ્વિટમાં તેમણે તંજાનિયાનાં લોકોનો આભાર વ્યક્ત કરતા આ યાત્રાને અભુતપુર્વ ગણાવી હતી. તેમણે કહ્યું કે તેમની આ યાત્રાથી બંન્ને દેશોને લાભ થશે.

You might also like