ભાવનગર રંઘોળા અકસ્માત મામલે PM મોદીએ કરી સહાયની જાહેરાત, CMએ માન્યો આભાર

ભાવનગરના રંઘોળામાં થયેલા અકસ્માત મામલે કેન્દ્ર સરકારે સહાયની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના પરિવારને સહાય અપાશે. આ દૂર્ઘટનામાં મૃતકના પરિવારજનોને 2 લાખની સહાયની જાહેરાત કરી છે.

જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ લોકોને 50 હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે. પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી સહાયની જાહેરાત બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સહાય બદલ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ભાવનગરના રંઘોળા પાસે જાનૈયાઓથી ભરેલી ટ્રક નાળામાં પડી હતી. જેમાં અંદાજે 32 લોકોના મોત નિપજ્યાં હતાં.

પરંતુ ત્યારબાદ આજરોજ સારવાર દરમિયાન વધુ બે દર્દીઓના મોડી રાત્રે મોત નિપજતાં અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 38 પર પહોંચ્યો છે. આ મૃતકોની ઓળખ અનિડાના શોમજી પરમાર અને તળાજાના દિપક પરમાર તરીકે થઇ છે.

You might also like