મોદી-ટ્રમ્પના સંયુકત નિવેદનના મહત્વના મુદ્દા

વોશિંગ્ટન: અમેેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વ્હાઇટ હાઉસમાં શાનદાર સ્વાગત કર્યા બાદ બંને દેશોના વડાઓએ એક સંયુકત નિવેદનમાં ઇસ્લામિક આતંકવાદને સાથે મળીને ખતમ કરવાનો દૃઢ સંકલ્પ જાહેર કર્યો હતો. ડેલિગેશન સ્તરની વાટાઘાટો બાદ એક સંયુકત પત્રકાર પરિષદ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના સાચા મિત્ર ગણાવીને ગ્રેટ પ્રાઇમ મિનિસ્ટર હોવાનું જણાવ્યું હતું.

• ભારત અતુલ્ય દેશ છેઃ ટ્રમ્પ
• પીએમ મોદીનું અહીં આગમન એ અમારા સન્માનની વાત છેઃ ટ્રમ્પ
• હું અને મોદી સોશિયલ મીડિયા પર પણ લીડર છીએ.
• મોદીની આ યાત્રા બંને દેશોના ઇતિહાસનું મહત્ત્વનું પાનું
• ભારત અને અમેરિકા ગ્રોથના ગ્લોબલ એન્જિન
• આતંકવાદથી અમારા સમાજને રક્ષણ આપવું અમારી ટોચની પ્રાથમિકતા.
• અમેરિકાએ ભારતની સંરક્ષણ ક્ષમતા વધારી.
• અફઘાનિસ્તાનમાં ભારતની ભૂમિકા સરાહનીય.
• આ મારું નહીં પણ સવાસો કરોડ ભારતીયોનું સન્માન છેઃ મોદી
http://sambhaavnews.com/

You might also like