મોદી અને રાહુલ ગાંધી આજથી બીજા તબક્કાની ચૂંટણીનો કરશે પ્રચાર

ગુજરાતઃ વિધાનસભાની આગામી ચૂંટણીને લઇ આજે પ્રથમ તબક્કાનાં ચૂંટણી પ્રચારને લઇ આજે અંતિમ દિવસ હતો. ત્યારે આજે સાંજનાં 5 વાગ્યાથી પ્રથમ તબક્કાને લઇ ચૂંટણી પ્રચાર કરવા બાબતે આજે આચારસંહિતા લાગુ થઇ ગઇ છે.

ત્યારે પીએમ મોદીએ આજે બપોરનાં ગાળામાં સુરતમાં ભવ્ય જંગી રેલી યોજી હતી. જ્યાં વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું. ત્યારે હવે બીજા તબક્કાની ચૂંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો દ્વારા હવે સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે.

આવતીકાલથી બીજા તબક્કાની ચૂંટણી માટે હવે ધમાકેદાર પ્રચારો કરવાને લઇ પૂર્ણ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજ રોજ ભાજપ તરફથી પીએમ મોદી ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.

ઉત્તર ગુજરાતમાં પીએમ મોદી ભવ્ય જનમેદનીને સંબોધશે જ્યાં તેઓ પોતે બીજા તબક્કાની ચૂંટણીને લઇ સંપૂર્ણ તૈયારી સાથે વિશાળ જનમેદનીને સંબોધી વિકાસની વાતો કરશે તેમજ કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કરશે. પીએમ મોદી ભાભર, કલોલ, હિંમતનગરમાં જાહેરસભા સંબોધશે. સાથે મોદી અમદાવાદમાં પણ સભા સંબોધશે.

આ જ રીતે બીજી બાજુ કોંગ્રેસ પક્ષ પણ પોતાની સંપૂર્ણ તૈયારીઓને લઇ ચૂંટણી પ્રચાર માટે આજરોજ મધ્ય ગુજરાતમાં જાહેરસભાને સંબોધશે અને ચૂંટણી પ્રચાર કરશે. રાહુલ ગાંધી પોતે કોંગ્રેસનાં આગેવાનો સહિત પાવીજેતપુર, ખેડા અને આણંદમાં સભાને સંબોધશે. સાથે અમદાવાદમાં પણ સભાને સંબોધશે.

આજથી બીજા તબક્કાની ચૂંટણી માટે ધમાકેદાર પ્રચાર
ભાજપ તરફથી પીએમ મોદી કરશે ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર
કોંગ્રેસના રાહુલ ગાંધી મધ્ય ગુજરાતમાં કરશે ચૂંટણી પ્રચાર
આજથી પીએમ મોદી અને રાહુલ 4-4 સભાઓ સંબોધશે
પીએમ મોદી ભાભર, કલોલ, હિમ્મતનગરમાં સંબોધશે સભા
પીએમ મોદી અમદાવાદમાં પણ સભા સંબોધશે
રાહુલ ગાંધી પાવીજેતપુર, ખેડા, આણંદમાં સંબોધશે સભા
રાહુલ ગાંધી અમદાવાદમાં પણ સંબોધશે સભા

You might also like