ભારત – જાપાને દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા, બુલેટ ટ્રેનને લઇને મહત્વના કરાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ શિંઝો આબેની ઉપસ્થતિમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભારત અને જાપાનના ડેલિગેશન વચ્ચે પીએમ મોદી અને આબેની હાજરીમાં બેઠક યોજાઇ. બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બંને દેશોના પીએમએ કરાર પર હસ્તાક્ષર કર્યા. બુલેટ ટ્રેન વચ્ચે મહત્વનો કરાર થયો. ભારત અને જાપાન વચ્ચે પરિવહન, રક્ષા, ઉર્જા ક્ષેત્રમાં કરાર થયા. જાપાનની 15 કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરશે. 4 દસ્તાવેજો પર હસ્તાક્ષર કરાયા.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને વારાણસીમાં કન્વેશન સેન્ટર પર હસ્તાક્ષર કર્યા. બંને વચ્ચેની પત્રકાર પરિષદને સંબોધન કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવી રેલવેને હું ભારતની નવા લાઇફ લાઇન માનુ છુ. ભારત અને જાપાન વૈશ્વિક મુદ્દાઓ પરસાથે છે. જાપાને ભારત પ્રત્યે મજબૂત વિશાવ્સ વ્યક્ત કર્યો છે. જાપાનના નાગરિકો માટે વિઝા ઓન અરાઇવલ મળશે. આવનાર સમયમાં ભારતમાં જાપાનીઓની સંખ્યા વધશે. જાપાની લોકો જાપાનથી ભોજન પણ મંગાવી શકશે. ભારતમાં જાપાની રેસ્ટોરન્ટની ચેઇન ખુલશે. જાપાન ભારતમાં ત્રીજા નંબરનો રોકાણકર્તા દેશ છે. જાપાન-ભારતના કારોબારમાં 80 ટકાનો વધારો થયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું વકતવ્ય જાપાની ભાષામાં પૂર્ણ કર્યું.

જાપાનના પીએમ શિંઝો આબેએ અભૂતપૂર્વ આવાકર બદલ ગુજરાતનો આભાર વ્યકત કર્યો. ઉત્તર કોરિયા મુદ્દે ભારત અને જાપાનનું સ્ટેન્ડ મહત્વનું રહેશે. તમામ વૈશ્વિક મુદ્દાઓ પર ભારત અને જાપાન સાથે રહેશે.

You might also like