ભાવનગર અકસ્માત મામલે PM મોદી અને CM રૂપાણીએ સંવેદના વ્યક્ત કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ અકસ્માતનાં મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે સૂચના આપી સમગ્ર ઘટનાનો અહેવાલ જિલ્લા કલેકટરને આપવા તાકીદ કરી હતી.

રાજ્યકક્ષાના પ્રધાન પરષોત્તમ સોલંકીએ કલેકટર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને ત્યારબાદ તેમણે મુખ્યપ્રધાન રૂપાણી સાથે પણ અકસ્માતમાં માર્યા ગયેલાઓને તાત્કાલીક સહાય આપવા વિગતવાર ચર્ચા કરી હતી.

You might also like