દરેક મહાન વ્યક્તિ પાછળ ગુરૂનું પણ મહત્વનું યોગદાન હોય જ છે : મોદી

નવી દિલ્હી : વિદ્યા ભારતી દ્વારા આયોજીત અખિલ ભારતીય પ્રાચાર્ય સમ્મેલનનાં બીજા દિવસે આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોનાં ભવિષ્ય અને જ્ઞાન સાથે જોડાયેલી ઘણી વાતો કરી. આ સમ્મેલનમાં આયોજીત વિજ્ઞાન ભવનમાં કાર્યક્રમ દરમિયાન મોદીએ કહ્યું કે દરેક વ્યક્તિનું સપનું પોતાનાં બાળકનું ભવિષ્ય સારૂ બનાવવાનું છે. તેમણે પ્રિન્સિપાલનું સંબોધન કરતા કહ્યું કે અમે બધા જ વિશ્વાસ કરીએ છીએ કે જ્ઞાનમાં કોઇ પ્રકારે અટકે નહી. જ્ઞાનને ચારેબાજુથી આવવા દેવું જોઇએ. વડાપ્રધાને કહ્યું કે આપણે હંમેશા આપણા મગજને સંપુર્ણ રીતે ખુલ્લુ રાખવું જોઇએ. જેથી વિશ્વમાં જે કાંઇ પણ થઇ રહ્યું છે તેમાંથી આપણને કાંઇક ને કાંઇક શિખવા મળે.
મોદીએ કહ્યું કે જો આપણે કોઇને પુછીએ કે તમારૂ સપનું શું છે તો સામેવાળી વ્યક્તિ એવો જ જવાબ આફશે કે તે પોતાનાં બાળકને શિક્ષીત કરવા માંગે છે. મોદીએ કહ્યું કે જો આપણે વિજ્ઞાન અને ટેક્નોલોજીથી અંતર રાખીએ તો તેનાં કારણી આપણી પ્રગતી પર તેની અસર થઇ શકે છે.
મોદીએ સવાલ પુછતા કહ્યું કે શું આપણી શાળાનાં બાળકો ઉર્જા સંરક્ષણ અભિયાનનાં દૂત ન બની શકે. આ સમ્મેલન 14 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. જેમાં વિવિધ શાળાનાં શિક્ષકો અને આચાર્યોને ખાસ કરીને શિક્ષણ અને તેની ગુણવત્તા ઉપરાંત બાળકોને માત્ર ચોપડીમાં રહેલું જ્ઞાન ન આપતા તેઓને ભણતર સાથે ગણતર અંગેની અને અન્ય પ્રવૃતીઓમાં પણ પાવરધા બનાવવા અંગેની ચર્ચાઓ કરવામાં આવશે.

You might also like