ભારતના હકનું પાણી પાકિસ્તાન નહીં જાય: PM મોદી

ચંડીગઢ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંજાબની યાત્રા પર છે. પ્રધાનમંત્રી ભટિંડામાં એમ્સના ઉદઘાટનના કાર્યક્રમમાં પહોંચ્યા હતાં. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે લોકોને સંબોધિત કર્યા અને કહ્યું કે દેશના હિતમાં તેમની સરકાર સતત કામ કરી રહી છે. નોટબંધીના નિર્ણયનો બચાવ કરતાં પીએમ મોદીએ કડક સંદેશ આપ્યો અને કહ્યું કે દેશમાં કાળો કારોબાર હવે ચાલશે નહીં અને વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પાકિસ્તાનને સીધો સંદેશ આપતાં કહ્યું કે સીમા પર આપણી સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરીએમાં સીમા પાર હડકંપ મચી ગયો છે. તેમણે પાકિસ્તાનના લોકોને કહ્યું છે કે ભ્રષ્ટાચારના વિરુદ્ધ કાળાનાણાં વિરુદ્ધ લડાઇ લડે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે સિંધુ નદીનું પાણી પંજાબના લોકોના હકનું પાણી છે અને ભારત એના હકનો પૂરો ઉપયોગ કરશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કાળાનાણાં વિરુદ્ધ સરકારે એટલા માટે મોટો નિર્ણય લીધો કારણ કે દેશમાં ઇમાનદાર લોકોના સારા દિવસો લાવવાના છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભટિંડામાં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનો પાયો નાંખ્યો. અધિકારીઓએ જણાવ્યું કે ભટિંડા ડબવાલી માર્ગ પર 177 એકડમાં 925 કરોડ રૂપિયાની કિંમતથી બનનારી આ એમ્સમાં 750 પલંગ હશે. એમ્સ માટે જમીન રાજ્ય સરકારે પૂરી પાડી છે. એને 2020 જૂન સુધી પૂરી થવાની આશા છે.

આ પ્રસંગે પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડા, ઉપમુખ્યમંત્રી સુખબીર બાદલ પણ હાજર રહ્યા હતાં.

You might also like