Categories: Gujarat

VIDEO: પહેલા હાવર્ડવાળા PM હતા, હું હાર્ડ વર્કવાળો PM: પીએમ મોદી

રાજકોટઃ પીએમ મોદીએ નાના મૌવા સર્કલ પાસે વિકાસ રેલીનું આયોજન કરીને જાહેરસભાને સંબોધી હતી. પીએમ મોદીએ “કેમ છો”કહીને સંબોધનની શરૂઆત કરી હતી. રાજકોટની મહેરબાની કે મને પહેલી વાર ધારાસભ્ય બનાવ્યો હતો. રાજકોટ બાદ હજુ સુધી જીતની વિકાસયાત્રા મારે ચાલુ રહી છે. જેથી હું રાજકોટની પ્રજાનો જેટલો આભાર માનું એટલો ઓછો પડે.

30 વર્ષ પછી જનતાએ બહુમતની સરકાર બનાવી. પુર્ણ બહુમતની સરકારને કારણે આજે વિશ્વમાં ભારતનો ડંકો વાગે છે. પીએમ મોદીએ આડકતરી રીતે મનમોહનસિંહ પર પ્રહાર કર્યા હતાં. આ દેશે બહુ ડિગ્રીવાળા પ્રધાનમંત્રી જોયાં છે. પહેલા હાવર્ડનાં પ્રધાનમંત્રી આવતા, ને હવે હાર્ડ વર્કવાળા.

14 વર્ષ પછી મુડિઝનાં રેન્કિંગમાં સુધારો જોવાં મળ્યો. વિપક્ષે મુડિઝની રેન્કિંગ ન સ્વીકારી. કોંગ્રેસ વર્ષો જુની પાર્ટી છે તો આજે કેમ દેશમાં કોઇ સ્વીકાર કરતું નથી. કોંગ્રેસે આત્મચિંતન કરવાની જરૂર છે. 2 દિવસ પહેલા યુપીમાં જનતાએ કોંગ્રેસનો કચ્ચરધાણ કાઢી નાખ્યો.

પીએમ મોદીએ રાહુલ ગાંધીનાં સવાલ પર પણ પ્રહાર કર્યાં. કોંગ્રેસે જેના ભરોસે પોતાની નાવડી મુકી એમાં જ ગત ભાજપ પર 48 હજાર કરોડ એકર જમીન આપી હોવાનો આરોપ કર્યો. કોંગ્રેસનાં નેતાઓને જુઠ્ઠાણું ચલાવતા પણ નથી આવડતું. કોંગ્રેસે જેનાં ભરોસે પોતાની નાવડી મુકી એમાં બિલકુલ ગતાગમ જ નહીં.

ભાજપની સત્તા પહેલા અને પછીનાં ગુજરાતની સરખામણી કરો. હમણાં હમણાંથી સારા સારા સમાચારો આવી રહ્યાં છે. આજે 15 લાખ કરતા વધુ લોકો ખનીજક્ષેત્રમાં કામ કરતા થયાં. વીજળી બિલમાં 14 હજાર કરોડ રૂપિયા બચાવ્યાં. LED બલ્બ લાવીને અમે 14 હજાર કરોડ રૂપિયા પણ બચાવ્યાં.

આજે ગુજરાતનું 1 લાખ 71 હજારનું બજેટ છે. અમે વ્યવસ્થાનાં માધ્યમથી 40 હજાર કરોડ બચાવ્યાં છે. મધ્યમ વર્ગનાં માનવીને ઘર બનાવવા માટે અમે રાહત આપી. મોદીની રક્ષા જનતા જનાર્દન કરી રહી છે. કોંગ્રેસનાં રાજમાં જે વસ્તુ 2 લાખમાં મળતી, તે વસ્તુનાં અમે 30 હજાર કર્યાં.

આજે 12 મહિના પછી પણ કોંગ્રેસનાં લોકો નોટબંધીનાં આંસુ સારે છે. જેની તિજોરી લુંટાઇ એવા લોકો જ આંસુ સારે છે. નોટબંધીને લીધે અઢી લાખ કંપનીઓને તાળા લાગ્યાં. જેમણે ગરીબોને લૂંટ્યાં છે, એમણે ગરીબોને પાછા આપવા જ પડશે. આખા દેશને ઇર્ષ્યા થાય એવી હાલ ગુજરાતની સ્થિતી છે. સીએમ અને પીએમ બંને રાજકોટ સાથે સંબંધ ધરાવે છે. સીએમ રાજકોટનાં અને હું રાજકોટથી ચૂંટાયેલ તો હવે મોકો ચૂકતા નહીં.

Dhruv Brahmbhatt

Recent Posts

મહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો

મૂળ મહાભારત જ કેટલા શ્લોકોનું હતું? તેમાંથી એક લાખ શ્લોકનું મહાભારત કોણે રચ્યું? મહાભારતમાં કેટલાક સવાલો રાજા જનમેજય પૂછે છે…

2 days ago

17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા

(એજન્સી)નવી દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના તાજેતરના પેરોલ ડેટા પરથી જાહેર થયું છે કે છેલ્લા ૧૭ મહિનામાં ૭૬.૪૮ લાખ…

2 days ago

રોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર ગત વર્ષ ર૦૧૭ના ચોમાસામાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડ ઓછા-વત્તા અંશે ધોવાઇ જતાં સમગ્ર…

2 days ago

પ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનો એકમાત્ર સ્ત્રોત પ્રોપર્ટી ટેકસ હોઇ માર્ચ એન્ડિંગના આ છેલ્લા અઠવાડિયામાં તંત્રે ચાલુ નાણાકીય વર્ષ…

2 days ago

રાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાલતી પ૩ હજાર આંગણવાડીઓ હવે ઓનલાઇન કરવાનો નિર્ણય હવે સરકારે લઈ લીધો છે આંગણવાડીઓનાં…

2 days ago

ગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ

અમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરામાં રહેતા એક યુવક અને તેની ગર્ભવતી પત્નીને વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓએ માર…

2 days ago