PM મોદીનો વિપક્ષ પર પ્રહાર, હાર્ડવર્કએ હાર્વર્ડને હરાવી દીધા

મહારાજગંજ: બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યૂપીના મહારાજગંજમાં રેલીને સંબોધિત કરી હતી.

મહારાજગંજમાં બોલ્યા PM મોદી:

– પીએમએ કહ્યું કે ચૂંટણીના પાંચ તબક્કા પૂર્ણ થઇ ગયા છે, આ પાંચ તબક્કામાં યૂપીના મતદારોએ જોરદાર મતદાન કર્યું છે. પાંચ તબક્કાનો હિસાબ લોકોએ લગાવી દીધો છે, હવે વિપક્ષ માટે બચવાના પ્રયટ્નો બેકાર છે. યૂપીના લોકો 15 વર્ષનો બદલો લઇ રહી છે.

– યૂપીએ સ્વચ્છતા અભિયાનને આગળ વધાર્યું, ગંદા રાજકારણને સાફ કરવાનું કામ કર્યું.

– ઇન્દ્રધનુષના સાત રંગની જેમ યૂપી ચૂંટણીના પણ 7 તબક્કા છે.

– આ ચૂંટણી આપણાં અને પારકાંની વચ્ચેના ભેદને મુક્ત કરાવવાની ચૂંટણી છે, આ ચૂંટણી ભાઇ-ભત્રીજાવાદ વિરુદ્ધ ચૂંટણી છે.

– યૂપીના મુખ્યમંત્રી અખિલેશ 6 મહિનાથી કહી રહ્યા છે કે કામ બોલે છે, પરંતુ એમનું કામ બોલી રહ્યું છે કે કારનામાઓ બોલી રહ્યા છે.

– પાંચ તબક્કામાં જનતાએ ભાજપને જીતાડ્યા છે, 6 અને 7 માં તબક્કામાં પણ ભાજપને મળશે બોનસ.

– યૂપી સરકારની વેબસાઇટ કહે છે કે અખિલેશનું કામ નહીં એમના કારનામા બોલી રહ્યા છે. એમાં લખ્યું છે કે યૂપીમાં લાઇફ નાની હોય છે, અહીંયા ક્યારે મરી જઇએ એનો ભરોસો નહીં.

– વેબસાઇટમાં લખ્યું છે કે યૂપીની પરિસ્થિતિ આફ્રીકાના સહારા રેગિસ્તાન જેવી, ભાષણ બાદ ઓફિસરો પર વીજળી પડશે.

– કોંગ્રેસના નેતાએ ભગવાનને પ્રાર્થના કરી કે ઇશ્વર રાહુલને લાંબુ આયુષ્ય આપો, કાલે એમણે મણિપુરમાં ખેડૂતો માટે જાહેરાત કરી. હવે એ નારિયેળનો જ્યુસ નિકાળશે અને ઇંગ્લેન્ડમાં વહેંચશે. બાળકોને પણ ખબર હોય છે નાળિયેરનો જ્યુસના હોય નાળિયેર પાણી હોય.

– યૂપીમાં 30 લાખ પરિવારના લોકો પાસે રહેવા માટે ઘર નથી. ભારત સરકારે એના માટે યોજના બનાવી જેનાથી 2022 સુધી દરેક લોકોને ઘ મળી જશે. એનો અર્થ 1.5 કરોડ લોકો પાસે પોતાનું ઘર નથી.

– લાખો લોકો દશકો સુધી આઝાદી માટે લડતાં રહ્યા પરંતુ આઝાદીના આટલા વર્ષો બાદ પણ લોકો પાસે રહેવા માટે ઘર નથી.

– ભારત સરકારે આ 30 લાખ પરિવારો માટે ઘર બનાવવા માટે લોકો પાસે લિસ્ટ માંગ્યું હતું, અમારી સરકારે 13 ચિઠ્ઠી લખી પરંતુ રાજ્ય સરકારે નામનું લિસ્ટ આપ્યું નહીં.

– જ્યારે લિસ્ટ મોકલ્યું તો 11 હજાર લોકોના જ લિસ્ટ મોકલ્યા, હવે તમે અંદાજો લગાવી શકો છો કે એમણે પોતાના લોકાનું જ લિસ્ટ મોકલ્યું.

– અમારી સરકારે વીજળી માટે 18 હજાર કરોડ રૂપિયા લગાવવાનું નક્કી કર્યું પરંતુ યૂપી સરકાર ભારત સરકારે આપેલા પૈસાનો પણ ખર્ચ કરી શકી નહીં.

– મારા કહેવા પર સવા કરોડ પરિવારોએ સબ્સિડી છોડી, એમાં અમે ગરીબ મા ને ગેસનું કનેક્શન આપ્યું.

– આજે દિલ્હીમાં પ્રધાનમંત્રી પદ પર ગરીબ મા નો પુત્ર બેઠો છે, એટલા માટે અમે સરકારની ખજાનાની ચિંતા કર્યા વગર આ કનેક્શન આપ્યા. 3 વર્ષમાં 5 કરોડ ફ્રી કનેક્શન આપવાનું લક્ષ્ય છે. અત્યાર સુધી પોણા બે કરોડ પરિવારોને કનેક્શન આપ્યું છે. મહારાજગંજમાં 90 હજાર મહિલાઓમે કનેક્શન આપ્યું.

– ગરીબ લોકોની વીજળીની બચત માટે LED બલ્બ આપ્યા, કોંગ્રેસની સરકારમાં બલ્બ 350 રૂપિયાનો મળતો હતો, અમારી સરકારે હિસાબ માંગીને એ બલ્બને 80 રૂપિયામાં આપ્યો. અત્યાર સુધી 21 કરોડ બલ્બ લાગ્યા. એનાથી 11 હજાર કરોડ રૂપિયાની બચત થઇ રહી છે. મહારાજગંજમાં 1 કરોડથી વધારે બલ્બ લાગ્યા

– દિલ્હી સરકારમાં પહેલા બટાકાની ફેક્ટરી લગાવનાર લોકો હતા, એટલા માટે ખાતરની કિંમતની ખબર નહતી. પરંતુ અમારી સરકારે યૂરિયાની કમી ઓછી કરી.

– હું ગરીબો માટે કામ કરાવવા માટે વ્રત લઇને નિકળ્યો છું.

– પહેલા કેન્સર માટે 30 હજાર રૂપિયાની દવાઓ મળતી હતી, અમે હિસાબ માંગીને 800 દવાઓની કિંમત કરી દીધી, 30 હજારની દવાઓ હવે 3000 માં મલી રહી છે. 80 રૂપિયાની દવા 12 રૂપિયામાં મળી રહી છે.

નોંધનીય છે કે રાજ્યમાં છઠ્ઠા તબક્કામાં સાત જિલ્લાઓના 49 વિધાનસભા વિસ્તારમાં મતદાન થવાનું છે, જેમાં મહારાજગંજ, કુશીનગર, ગોરખપુર, દેવરિયા, આજમગઢ, મઉ તથા બલિયાનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં 4 માર્ચે વોટિંગ થવાનું છે.

You might also like