સરદાર સરોવરનું નિર્માણ કરનારા લોકો આધુનિક વિશ્વકર્મા : મોદી

વડોદરાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 68મો જન્મદિવસ છે ત્યારે વડોદરાના ડભોઈમાં તે મોટી જનસભાને સંબોધન માટે પહોચ્યા હતાં. આ પ્રસંગે CM રૂપાણી, નાયબ મુખ્યંમંત્રી નિતીન પટેલ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતાં.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડિયા કોલોની ખાતે સરદાર સરોવર ડેમનું લોકાર્પણ કર્યુ. સંતો-મહંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત પૂજા વિધિ સાથે પ્રધાનમંત્રી મોદી સરદાર સરોવર ડેમનું લોકાર્પણ કર્યું. સરદાર સરોવર ડેમના લોકાર્પણ પછી પ્રધાનમંત્રી મોદી ડભોઈ પહોંચ્યા હતા. ડભોઈમાં પ્રધાનમંત્રી મોદી જાહેરસભામાં સંબોધન કરશે. ડભોઈમાં કોલેજ ગ્રાઉન્ડ ખાતે આ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ હાજર રહ્યા.

મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણ, મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ, રાજસ્થાનના CM વસુંધરા રાજે ઉપસ્થિત રહ્યા. સાથોસાથ અમિત શાહ અને નીતિન ગડકરી પણ ઉપસ્થિત રહેશે. CM વિજય રૂપાણી, Dy.CM નીતિન પટેલ પણ હાજર રહ્યા.

You might also like