પીએમઓઃ ડિજિટલ ડેટા, વીડિયો કોન્ફરન્સનો સમન્વય

સાઉથ બ્લોકમાં વડા પ્રધાનના કાર્યાલય પાસે એક નાનકડો રૂમ આવેલો છે. જેની લંબાઈ લગભગ ૧૫ ફૂટ અને પહોળાઈ ૧૨ ફૂટ છે ત્યારે પહેલી નજરે કદાચ એવું ન લાગે કે આ એ રૂમ છે કે જ્યાંથી લાખો અને કરોડોની યોજનાઓનું ભાવિ ઘડાય છે. તમારે કદાચ આ રૂમની મુલાકાત લેવી હોય તો દર મહિનાના આખરી બુધવાર સુધી રાહ જોવી પડશે. જેમાં આ દિવસે વડા પ્રધાન મોદી તેમના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ સાથે આ રૂમમાં આવે છે અને રૂમમાં એક બાજુએ કેટલીક સ્ક્રીન લગાવવામાં આવી છે. તેને વડા પ્રધાન નિહાળે છે. ત્યારે આ પીએમઓ રૂમમાં ડિજિટલ ડેટા, વીડિયો કોન્ફરન્સ અને જિઓ સ્પેશિયલનો સમન્વય જોવા મળે છે. જેમાં વર્ષોથી પડતર રહેલી યોજનાઓ અંગે રાજ્યો વચ્ચે એક સાથે ચર્ચા કરવામાં આવે છે. તેમાં મોદી આ યોજનાઓનું શું કરવું તે અંગે નિર્ણય કરે છે.
અત્યાર સુધી આ રૂમમાંથી લગભગ આઠ લાખ કરોડ રૂપિયાની ૧૩૬ યોજનાઓની સમીક્ષા થઈ ચૂકી છે. આ નાનકડો રૂમ મોદી સરકારના કામકાજના વિવિધ ઉપાય અને યોજનાના આઈના તરીકે કામ કરે છે. એક નાનકડા ઉદાહરણ તરીકે જોઈએ તો તમને પણ આ રૂમની વિવિધ રાજ્યો પર કેવી અસર પડે છે ? તેનો અહેસાસ થઈ શકશે. એકવાર આ રૂમમાં જ્યારે વિકાસલક્ષી બાબતે બેઠક ચાલતી હતી ત્યારે મ્યાંનમારમાં મધ્યમ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારે બેઠકના અંતે ઉત્તર-પૂર્વના રાજ્યોના મુખ્ય સચિવોમાંથી કેટલાકને ખુદ આ ભૂકંપની જાણ થઈ હતી. ત્યારે તેઓ અચંબામાં મુકાઈ ગયા હતા કે જ્યારે વડા પ્રધાને તેમને પૂછ્યું હતું કે શું અત્યાર સુધી તેમને તેનાથી થયેલા નુકસાનની કોઈ સૂચના મળી છે ખરી?

મુખ્ય સચિવો પણ આ વાત સાંભળી અચરજમાં મુકાઈ ગયા હતા કે બેઠક વચ્ચે પણ વડા પ્રધાન મ્યાંનમારમાં આવેલા ભૂકંપથી ઉત્તર-પૂર્વના રાજ્યો પર પડનારી અસરને લઈને સતર્ક હતા. ત્યારે સ્પષ્ટ છે કે પ્રગતિની આ બેઠક પહેલા તમામ રાજ્યોના મુખ્ય સચિવ પણ પૂર્ણ સતર્ક હોય છે. સાઉથ બ્લોકમાં બેઠક થાય તે પહેલા કેટલાંક કિલોમીટર દૂર નેશનલ ઈન્ફોર્મેટિકસ સેન્ટર અેટલે કે એનઆઈસીના મુખ્યાલયમાં અધિકારીઓ અને ટેકનિશિયનોની એક ટીમ કામમાં જોતરાયેલી હોય છે. તે ભારત સરકારના દરેક વિભાગના સચિવો, તમામ રાજ્યના મુખ્ય સચિવોના કાર્યાલયને સાઉથ બ્લોકના આ નાના રૂમને વીડિયો કોન્ફરન્સ સાથે જોડવાની તૈયારી કરી રહ્યા હોય છે. આવી અનોખી વીડિયો કોન્ફરન્સનો હેતુ દેશના વિકાસ માટેનો છે. તેમજ આ અંગે મળતી ફરિયાદોનો ઉકેલ અને સાથે સાથ ભારત સરકારના મહત્વપૂર્ણ કાર્યક્રમો અને યોજનાઓ ઉપરાંત રાજ્ય સરકારોની પરિયોજનાઓ પર દેખરેખ રાખી તેની સમીક્ષા કરવાનો છે. આ અેક ત્રણ પ્રકારની પ્રણાલી છે. જેના હિસ્સામાં પીએમઓ, કેન્દ્ર સરકારના સચિવ અને રાજ્યોના મુખ્ય સચિવ આવે છે.

પ્રગતિ અેપ્લિકેશનની ડિઝાઈન એ પ્રકારે તૈયાર કરવામાં આવી છે કે વડાપ્રધાન દ્વારા સંબંધિત વિષયની સમીક્ષા કરતી વખતે સ્ક્રીન પર તેને સંબંધિત સૂચનાઓ, તાજી માહિતી અને સંબંધિત વિઝયુઅલ ઉપલબધ્ધ હોય છે. વડા પ્રધાન આ માધ્યમથી અત્યાર સુધી ૧૫ વાર બેઠક કરી ચૂક્યા છે. છેલ્લી બેઠક ૨૮ સપ્ટેમ્બરે મળી હતી. જેમાં વડા પ્રધાને રાજસ્થાન, આસામ, મેઘાલય, સિકિકમ, પ.બંગાળ, મહારાષ્ટ્ર, ઓડિશા, ઝારખંડ, બિહાર,ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીરમાં રોડ, રેલવે અને વીજળી ક્ષેત્રમાં પ્રાથમિક માળખાની પરિયોજનાઓની સમીક્ષા કરી હતી. બીજા અર્થમાં કહીએ તો પ્રગતિના રૂપમાં કરવામાં આવેલી આ પહેલનો હેતુ પરિયોજનાઓને કાર્યાન્વિત કરવામાં આવતી અડચણો દૂર કરવાનો અને કોઈપણ બાબતે સરકારની વિશેષ પહેલની સમીક્ષા કરવાનો હતો.

You might also like