૧૯૯૧માં PM માટે શંકર દયાળ સોનિયા ગાંધીની પ્રથમ પસંદ હતાઃ સંજય બારુ

નવી દિલ્હી: પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહનસિંહના પૂર્વ મીડિયા સલાહકાર સંજય બારુએ પોતાના એક નવા પુસ્તકમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે કોંગ્રેસ પક્ષે પૂર્વ વડા પ્રધાન અને પક્ષના પૂર્વ અધ્યક્ષ નરસિંહરાવનાં અવસાન પર પોતાનાં વડાં મથકનાં દરવાજા બંધ કરી દીધાં હતાં અને ઔપચારિક અંતિમ વિદાય આપવા મનાઈ ફરમાવી દીધી હતી. કારણ કે નરસિંહરાવે કોંગ્રેસ પક્ષ પર નહેરુ-ગાંધી પરિવારના માલિકી અધિકારને સમાપ્ત કરવાનો અપરાધ કર્યો હતો. સંજય બારુએ એવો પણ ઘટસ્ફોટ કર્યો છે કે ૧૯૯૧માં વડા પ્રધાન પદ માટે શંકર દયાળ શર્મા સોનિયાની પ્રથમ પસંદ હતા.

સંજય બારુએ પોતાના પુસ્તક, ‘1991-How PV Narsimha Rao made history’માં લખ્યું છે કે મનમોહનસિંહ એક માત્ર કોંગ્રેસી નેતા હતા જેમણે સત્તાવાર રીતે અને પૂરી નિષ્ઠા સાથે નરસિંહરાવને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમને યાદ કર્યા હતા, પરંતુ તેઓ પોતાના એક દાયકાના વડા પ્રધાન પદના કાર્યકાળ દરમિયાન નરસિંહરાવને ભારત રત્નથી સન્માનિત કરી શક્યા નહીં.

સંજય બારુએ વધુમાં લખ્યું હતું કે કોંગ્રેસ પક્ષ પર ફરી એક વખત નહેરુ-ગાંધી પરિવારની માલિકી પ્રસ્થાપિત થઈ હતી. નરસિંહરાવનાં વખાણ કરતાં તેમણે લખ્યું છે કે પૂર્વ વડા પ્રધાને સાબિત કરી દીધું હતું કે નહેરુ-ગાંધી ખાનદાન સિવાય પણ અપેક્ષા છે અને તેઓ પોતાના નેતૃત્વ માટે ભારત રત્ન મેળવવા હક્કદાર હતા.

આ ઉપરાંત સંજય બારુએ પોતાના પુસ્તકમાં ઘટસ્ફોટ કર્યો છે કે મનમોહનસિંહ જ્યારે નાણાંપ્રધાન હતા ત્યારે તેમણે ત્રણ વખત રાજીનામું આપવાની ઓફર કરી હતી. એ વખતે વડા પ્રધાન તરીકે સોનિયા ગાંધીની પ્રથમ પસંદ શંકર દયાળ શર્મા હતા. સંજય બારુએ એ‍વું પણ લખ્યું છે કે રાજીવ ગાંધી નબળા વડા પ્રધાન હતા.

મનમોહનસિંહની ભૂમિકા પર એક ન્યૂઝ વેબસાઈટ સાથે વાત કરતા સંજય બારુએ જણાવ્યું હતું કે નરસિંહરાવે પોતાના એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે નાણાં પ્રધાનનું મૂલ્ય શૂન્ય જેવું હોય છે. તેનું મૂલ્ય જે નંબરની આગળ રાખવામાં આવે તેનાથી વધી જતું હોય છે. જો તમે એકની પાછળ શૂન્ય મૂકો તો ૧૦ થઈ જાય અને નવની પાછળ શૂન્ય મૂકો તો ૯૦ થઈ જાય છે.

You might also like