યૂપી બાદ હવે ગુજરાતના સાંસદો સાથે મોદી કરશે નાસ્તો

નવી દિલ્હીઃ યૂપી બાદ હવે ગુજરાત પ્રધાનમંત્રીના લક્ષ્ય પર છે. આજે સવારે 8.30 વાગે પ્રધાનમંત્રી પોતાના નિવાસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર ગુજરાતના બીજેપી સાંસદો સાથે નાશ્તો કરશે. આ દરમ્યાન ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે પ્રધાનમંત્રી સાંસદો સાથે વાત કરશે. અને સફળતાનો મંત્ર જણાવી શકે છે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. યૂપી ચૂંટણીના તૂરંત બાદ આ મહિને 7અને  8 માર્ચે પ્રધાનમંત્રી બે વખત ગુજરાત ગયા હતા. જે મુલાકાત ચૂંટણી લક્ષી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ગુરૂવારે પ્રધાનમંત્રીએ બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે ઉત્તર પ્રદેશના સાંસદો સાથે નાસ્તો કર્યો હતો. તેમને જીતની શુભેચ્છા પાઠવી હતી. સાથે ચેતાવણી પણ આપી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે સાંસદ યૂપીમાં પોલીસ અને અન્ય અધિકારીઓના ટ્રાંસફર પોસ્ટિંગથી દૂર રહે. તેમણે સાંસદોને કહ્યું કે જે અધિકારી ખોટા કામ કરશે, તેમણે ખોટા પરિણામ ભોગવવાની તૈયારી પણ રાખવી પડશે. મુખ્યમંત્રી પર કોઇ પણ પ્રકારનું દબાણ ન કરવામાં આવે.

યૂપીમાં બીજેપીને બંપર જીત પ્રાપ્ત થઇ છે. ત્યારે તે કોઇ પણ પ્રકારના આરામ કરવાના મૂળમાં નથી. પીએમએ સાંસદોને સામાન્ય ચૂંટણી માટે પણ તૈયારી કરવાનું શરૂ કરી દેવાનું કહ્યું છે. જે આગામી બે વર્ષમાં જ છે. પીએમએ સાંસદોને ગરીબોલક્ષી નીતિઓ બનાવવા મામલે કેટલાક અભિપ્રાય માંગ્યા હતા. કેટલાક સાંસદોએ ગ્રામિણ વિસ્તારમાં રેલવે સેવાઓ વિસ્તારવા અંગે સલાહ આપી છે. ગુજરાત વિધાનસભામાં કુલ 182 સીટો છે. જેમાં બીજેપી પાસે 121 સીટો અને કોંગ્રેસ પાસે 57 સીટો છે. જ્યારે આ ચૂંટણીમાં બીજેપીનો ટાર્ગેટ 150 સીટ જીતવાનો છે.

http://sambhaavnews.com/

You might also like