પીએમ મોદી કરશે કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે બ્રિટન પ્રવાસનો બીજો દિવસ છે. પીએમ મોદી આજે બ્રિટેનના ઘણી કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટેનના રાણી એલિઝાબેથ સેકન્ડ સાથે લંચ લશે. ત્યારબાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં ભારતીય સમુદાયને સંબોધન કરશે. જેમાં અંદાજે 65 થી 70 લોકો ઉપસ્થિત રહેશે. બીજી બાજુ વેમ્બલી સ્ટેડિયમ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારી પુર જોશમાં ચાલી રહી છે. આ કાર્યક્રમના આયોજક યુરોપ ઇન્ડિયા ફોરમે જાહેરાત કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત ઓલિમ્પિક સ્ટાઇલમાં કરવામાં આવશે.

You might also like