PMની ધંધૂકામાં ગર્જના, કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકર સાથે કર્યો અન્યાય: મોદી

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ધંધૂકામાં એક ચૂંટણી માટે રેલીને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંબેડકરને યાદ કરતાં કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે માત્ર સરદાર પટેલ જ નહીં પરંતુ આંબેડકર સાથે પણ અન્યાય કર્યો છે. બીજી તરફ પીએમ મોદીએ ધંધૂકામાં ટેન્કરયુગનો અંત ભાજપ સરકારમાં આવ્યો તેમ જણાવ્યું હતું.

પીએમએ જણાવ્યું કે કોંગ્રેસના શાસનમાં વીજળીને લંગડી કહેવામાં આવતી હતી પરંતુ હવે ભાજપની સરકારમાં 24 કલાક વીજળી મળતા લોકો વીજળીને લંગડી કહેવાનું ભુલી ગયા છે. તો બીજી તરફ અયોધ્યા વિવાદ મામલે થઇ રહેલી સુનાવણી મામલે પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે અયોધ્યા વિવાદનો કેસ સુન્ની વકફ બોર્ડ નહીં પરંતુ કોંગ્રેસ લડી રહી હોય તેવું લાગી રહ્યું છે.

પીએમ મોદીએ ઘણા સમયથી ચર્ચામાં છે તે લોકસભા-વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવા અંગે કહ્યું કે વિધાનસભા-લોકસભાની ચૂંટણી એકસાથે થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે આગામી ટૂંક સમયમાં તમિલનાડુ, કર્ણાટક, બંગાળ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ચૂંટણી યોજાવાની છે.

You might also like