પ્લમ્બરે ૩૪ લાખનું સોનાનું બિસ્કિટ પાછું આપી દીધું

કેનેડામાં અલીફ બાબુલ નામનો એક પ્લમ્બર પોતાના એક સાથી સાથે બાથરૂમ રિનોવેટ કરી રહ્યો હતો. તેણે બાથરૂમ તોડ્યું અને નીચેના ટાઈલ્સ પણ તોડ્યા અચાનક તેની નજર ટાઈલ્સ નીચેથી નીકળેલા પીળા રંગના ચળકતા પદાર્થ પર પડી. તેણે હાથમાં લઈને જોયું તો તે સોનાનું બિસ્કિટ હતું.

બિસ્કિટની કિંમત ત્યાંની સોનાની કિંમત પ્રમાણે ૩૪ લાખ જેટલી થાય છે. પર્ફેક્શન નામની કંપનીમાં કામ કરતાં પ્લમ્બરને તેમની કંપનીનો નિયમ યાદ આવ્યો કે જેના ઘરમાં કામ કરતાં હોઈએ તેના ઘરમાં એક પણ વસ્તુને હાથ લગાડવો નહીં. તેણે આ બિસ્કિટ માલિકને આપતા માલિકની આંખમાં હરખના આંસુ આવી ગયા.

You might also like