જજોની નિયુક્તિ પર નિર્દેશ ના આપે કોર્ટ, વહીવટી રીતે પૂરી કરવામાં આવે: કેન્દ્ર

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે કહ્યું કે જજોની નિયુક્તિ પર દાખલ અરજીઓ પર કોઇ આદેશ આપવાની જરૂર નથી. આ બાબતને વહીવટી રીતે પૂરી કરવામાં આવે, કારણ કે એનએસજી બાબતેના નિર્ણયમાં કોર્ટે સ્પષ્ટઆદેશ આપ્યો હતો કે MOP સરકાર અને કોલેજિયમ મળીને નક્કી કરશે, એટલા માટે કોર્ટના આદેશની જરૂર નથી.

અટોની જનરલ મુકુલ રોહતગીએ કહ્યું સરકાર ન્યાયિક નિયુક્તિ બાબતે ગંભીર છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીઓને ફગાવી દેવી જોઇએ.

કોર્ટે આ બાબતને એક મહિના માટે એવું કહીને ટાળી દીધી હતી કે સરકારે આશ્વાસન આપ્યું છે કે ઉચ્ચ ન્યાયલયોમાં જજોની ખાલી જગ્યાને જલ્દીથી ભરી દેવામાં આવશે. એક મહિના બાદ એ બાબત પર પણ સુનાવણી થશે કે શું જજોની નિયુક્તિ માટે એક જ્યૂડિશિઅલ એપોઇટમેન્ટ કમિશન હોવું જોઇએ કે નહીં.

સોમવારે આ બાબતે પહેલી વખત નવા મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ જેએસ ખેહરની બેંચની સામે સુનાવણી માટે આવી. આ પહેલા પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ટીએસ ઠાકુરની બેંચ આ બાબતે સુનાવણી કરી રહી હતી અને સરકારને ઘણી વખત ફટકો પડ્યો હતો.

You might also like