૨૦૨૦ સુધી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ નહીં રમાય

નવી દિલ્હીઃ બીસીસીઆઇની રોટેશન નીતિ એ કામ કરી શકે છે, જે કદાચ શ્રીલંકન ટીમની પ્રદૂષિત હવાની ફરિયાદો કરી ના શકી. એ કામ છે ૨૦૨૦ સુધી દિલ્હીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને દૂર રાખવાનું. દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં હવે પછીનો ટેસ્ટ મેચ ત્રણ વર્ષ બાદ રમાશે. બીસીસીઆઈ રોટેશન પોલિસી અંતર્ગત કોટલા સ્ટેડિયમમાં ૨૦૨૦ પહેલાં કોઈ ઇન્ટરનેશનલ ટેસ્ટ મેચ નહીં રમાય.

બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ”બીસીસીઆઇ પ્રત્યેક વર્ષે ફેબ્રુઆરી-માર્ચ સુધી એક્સક્લૂઝિવ ઘરેલુ સત્ર માટે કોશિશ કરી રહ્યું છે. આ સમયે તેમને ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૦માં જ મેચ મળશે, રોટેશન નીતિના કારણે કોટલાને હવે ટેસ્ટ મેચ મળી ગઈ છે. નવેમ્બરમાં તેને એક ટી-૨૦ મળી હતી. હવે તેમની પાસે આવતાં બે વર્ષ સુધી તક નથી.”

ઉલ્લેખનીય છે કે શ્રીલંકન ખેલાડીઓએ શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદ કરી હતી. આ ઉપરાંત ગત મહિને હાફ મેરેથોન દરમિયાન હંગામો થયો હતો, જોકે પ્રદૂષણ હોવા છતાં આ મેચને રદ કરવાની અપીલ કરવામાં આવી હતી.

You might also like