Holi 2018: રાશિ અનુસાર રંગોથી રમો ધૂળેટી, તમને થશે લાભ…

ફાગણ મહીનાનું નામ સાંભળથા જ મનમાં ખુશીની લહેર દોડવા લાગે છે. આ સમયે આપણે હોળીનો તહેવાર મનાવીએ છીએ. ભગવાન શ્રીકૃષ્ણ રંગોથી હોળી રમતા હતા. જો તમે ધૂળેટીના દિવસે રાશિ પ્રમાણેના રંગોથી રમવામાં આવે તો ઘણો ફાયદો થાય છે. આ તહેવારમાં જો તમે સૂર્ય રાશિ અનુસાર રંગોનો પ્રયોગ કરો છો તો ખરેખર તમારી ખુશીમાં વધારો થાય છે.

મેષ અને વૃશ્ચિક રાશિના લોકોએ લાલ અને પીળા રંગથી ધૂળેટી રમવી જોઇએ. લાલ અને પીળો રંગ આ રાશિ માટે શુભ માનવામાં આવે છે.

મકર અને કુંભ રાશિના લોકોનો સ્વામી શનિ છે અને શનિને સૌથી પ્રિય બ્લુ અને કાળો રંગ છે.

જો તમારી વૃષભ અને તુલા રાશિ છે તો પીળો તેમજ આસમાની રંગના ગુલાલથી રમશો તો તમારા માટે લાભદાયક રહેશે.

ધન અને મીન રાશિના લોકો માટે યશ અને શોહરત માટે પીળો રંગના ગુલાલથી હોળી રમવાથી ફાયદો થશે.

મિથુન અને કન્યા રાશિનો સ્વામી બુધ હોય છે. લીલો રંગ આ જાતકો માટે શુભ માનવામાં આવે છે.

કર્ક રાશિના લોકો પીળો અને ઓરેન્જ રંગથી હોળી રમવી જોઇએ. આ રંગ તમારું નસીબ ચમકાવશે.

સિંહ રાશિના લોકો ખુશમિજાજી હોય છે. ભડકાઉ રંગ તેમને ઘણો પસંદ હોય છે. લાલ, મરૂન, નારંગી રંગથી જો આ રાશિના લોકો રમશે તો તેમને સફળતા મળશે.

You might also like