પ્લાસ્ટિકની બોટલના બદલામાં રેલવે ડિસ્કાઉન્ટ કૂપન આપશે

જબલપુર: રેલવે વિભાગે ટ્રેન તેમજ સ્ટેશનોની સફાઈ માટે નવતર પ્રયોગ રૂપે આયોજન કર્યુ છે જેમાં પ્લાસ્ટિકની ખાલી બોટલ આપવા બદલ વળતર આપવાનું નક્કી કર્યુ છે.

પાણીની ખાલી પ્લાસ્ટિકની બોટલોને ટ્રેન,પાટા અને પ્લેટફોર્મ પરથી હટાવવા માટે ટૂંક સમયમાં જ પ.અને મધ્ય રેલવે તેનાં મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મ પર ઓટોમેટિક રિસાઈકલિંગ મશીન લગાવવા આયોજન કરી રહ્યઓ છે. આ મશીનમાં જેવી ખાલી બોટલ નાંખવામાં આવશે તો તેના બદલામાં રિચાર્જ અથવા ડિસ્કાઉન્ટ કૂપન મળશે.

જબલપુર સ્ટેશન પર મશીન ગોઠવાશે : આ માટે રેલવે વિભાગ જબલપુર,ભોપાલ અને કોટા સ્ટેશન પર આવું મશીન લગાવશે. અને આ માટે રેલવે િવભાગે ત્રણેય મંડળને મશીન લગાવવા માટે જગ્યા આપવા અને સુવિધા આપવા જણાવ્યું છે. રેલવેએ આ માટે મુંબઈની અેક ખાનગી કંપની સાથે વાતચીત શરૂ કરી છે. કંપની આવા મશીન લગાવવા માટે મફતમાં સ્ટેશનની પસંદગી કરશે. તેના બદલામાં રેલવે માત્ર જગ્યા અને વીજળીની સુવિધા આપશે. આ માટે જબલપુરના પ્લેટફોર્મ નંબર અેક થી છ પર મશીન લગાવશે. આ પાઇલટ પ્રોજેકટમાં શરૂઆતમાં ઓટોમેટિક રિસાઈકલિંગ મશીનને મુંબઈના અનેક સ્ટેશન પર લગાવવામાં આવ્યાં છે. અને જો તેમાં સારા ંપરિણામ મળશે તો આ મશીન અન્ય સ્ટેશન પર લગાવવામાં આવશે.

You might also like