અખાત્રીજના દિવસે લગાવો આ છોડ, તમામ સમસ્યાઓનું આવશે નિરાકરણ

હિંદૂ ધર્મમાં પ્રકૃતિને દેવતામાં માનવામાં આવે છે અને વૃક્ષોની પૂજા કરવામાં આવે છે, તેથી જ દરેક ગ્રહ અને નક્ષત્ર સાથે એક વૃક્ષને જોડવામાં આવ્યું છે. સંબંધિત વૃક્ષ કે છોડની પૂજા કરવાથી નવગ્રહોની શાંતિ કરી શકાય છે. આ વૃક્ષો રોપઓની સેવા કરવાથી અને તેમને કોઇ ખાસ દિવસે લગાવવામાંથી તમામ ગ્રહ દોષમાંથી મુક્તિ મળતી હોય છે. અખાત્રીજના દિવસે ધનપ્રાપ્તિ માટે અનેક ઉપાયો કરવામાં આવે છે, છોડ રોપવાનો પણ એક ઉપયા છે, 18 એપ્રિલના રોજ અખાત્રીજ છે ત્યારે કયા કયા છોડ રોપવાથી લાભ થશે તે જાણો..

પીપળાનો છોડ:

જો તમારે જીવનમાં સ્થિર સંપત્તિની અછત રહેતી હોય અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, અથવા તો વિવાહ યોગમાં સમસ્યા આવી રહી હોય તો અખાત્રીજના દિવસે શુદ્ઘ જળથી સ્નાન કરીને તમારા ઘરમાં આંગણાં પીપળાનો છોડ લગાવવો. નિયમિત સ્નાન પછી આ છોડવાને પાણી આપવું. દરેક અમાસના દિવસે પીપળાના થળને દૂધ, પાણી અને ખાંડ ચઢાવો. આવું કરવાથી આર્થિક સમસ્યા દૂર થવા લગાશે અને વિવાહમાં આવી રહેલી સમસ્યામાંથી પણ છૂટકરો મળશે.

તુલસીનો છોડ:

સામાન્ય રીતે મોટાભાગના હિંદૂ ઘરોમાં તુલસીનો છોડવો તો જોવા મળે છે. પરંતુ જો તુલસીનો રોપો લગાવ્યો ન હોય તો અખાત્રીજના દિવસે વાવવાથી તેના પણ ઘણા ફાયદા થાય છે. અખાત્રીજના દિવસે તુલસી છોડ રોપવાથી પારિવારિક જીવનમાં પ્રેમ બની રહે છે અને સાથે જ તણાવમાંથી મુક્તિ મળે છે. ભગવાન વિષ્ણુ તથા મા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. ઉપરાંત નવગ્રહોની પીડા પણ દૂર થાય છે. તુલસી છોડ વાવ્યા પછી દરરોજ પાણી આપવું અને સાંજના સમયે દિવો જરૂરથી કરવો જોઇએ.

સમડાનું ઝાડ:

અખાત્રીજના દિવસે સમડો રોપવાનો અંત્યત શુભ માનવામાં આવે છે. આ રોપ લગાવવાથી અનેક ગણો શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. સમડાનું ઝાડ લગાવવાથી શનિ ગ્રહને લઇને તમામ સમસ્યાનું નિવારણ આવે છે. જો કુંડળીમા પિતૃદોષ કે કાલસર્પ દોષ બનેલો હોય તો સમડાનો છોડ લગાવવાથી આ દોષોમાંથી તરત મુક્તિ મળે છે.

બીલાંનું ઝાડ:

બીલાંનુ ઝાડ ભગવાન શિવજીનું પ્રિય વૃક્ષ છે. અખાત્રીજના દિવસે બીલાંનો છોડ રોપવાથી અને તેનું સતત સિચંન ભગવાન શિવ પ્રસન્ન થાય છે, જે ઘરમાં બીલીની સેવા કરવામાં આવે છે તે ઘરમાં ક્યારેય કોઇ પણ બિમારી પ્રવેશ નથી કરી શકતી મૃત્યુનો ડર પણ ટળી જાય છે અને શિવની કૃપાથી ઘરમાં ક્યારેય કોઇ વસ્તુની કમી નથી રહેતી.

You might also like