શનિ ગ્રહના ચંદ્ર પર રોબોટિંગ સિસ્ટમથી જીવન અંગે સંશોધન હાથ ધરાશે

વોશિંગ્ટન: નાસા શનિ ગ્રહના ચંદ્ર પર માનવ જીવનની શક્યતાઓ અંગે સંશોધન કરશે. શનિની સપાટી પર સમુદ્રના વાતાવરણના અભ્યાસ માટે રોબોટિંગ સિસ્ટમની મદદ લેવામાં આવશે. અંતરિક્ષ વૈજ્ઞાનિકોને અહીં માનવ જીવન શક્ય હોવાની આશા છે, જે એલિયન માટે અનુકૂળ હોઈ શકે છે.

યુરોપા (ગુરુ ગ્રહનો ચંદ્ર) અને ઈન્સેલેડ્સ (શનિ ગ્રહનો ચંદ્ર) પર સપાટી નીચે મોજૂદ સમુદ્રના વાતાવરણ અંગે સંશોધન કરવાના અગાઉ પણ પ્રયાસો થઈ ચૂક્યા છે. જોકે આ એક મોટા પડકારરૂપ કાર્ય છે. નાસાના વૈજ્ઞાનિકોએ આ સંશોધન કાર્ય હાથ ધરવા માટે અત્યાધુનિક રોબોટિંગ સિસ્ટમની મદદ લેવાનો નિર્ણય કર્યો છે તેને આઈસી મુન ક્રાયોવોલનેકો એક્સ્પ્રોલર (આઈસ) કહે છે.

આઈસને શનિના ચંદ્રની બર્ફિલી સપાટી પર લેન્ડ કરાવવામાં આવશે. આઈસના ત્રણ મોડ્યૂલ હશે જેમાં ડિસેન્ટ મોડ્યુલ, સરફેસ મોડ્યુલ અને ઓટોનોમોસ અંડરવોટર વ્હિકલનો સમાવેશ થાય છે સરફેસ મોડ્યૂલ ચંદ્રની સપાટી પર સતત હાજર રહેશે તે રેડિયોઆઈસોટોપ થર્મોઈલેક્ટ્રિક જનરેટર (આરટીજી) અને સોલર સેલ્સની મદદથી ઊર્જા પેદા કરશે. સર્ફેસ મોડ્યુલ કેબલના માધ્યમ દ્વારા માહિતી શેર કરવાની કડી ઉપલબ્ધ કરાવશે. તેના દ્વારા વાતાવરણની સ્થિતિ અને તેના દ્વારા થતા પરિવર્તનો જાણી શકાય અને પછી તેણે રેડિયો ટ્રાન્સફર દ્વારા પૃથ્વી પર મોકલવામાં આવશે.

You might also like