હવામાં તરતી ‘વેલ ફિશ’ ઈંટરનેટ પર થઈ Superhit!

બે આંખો અને મોં પર સેમાઈલ! ગુરુવારે વેલ ફિશ જેવું દેખાતુ એરબસ બેલાગા એક્સએલે ફ્રાન્સમાં સૌપ્રથમ વાર ઉડાન ભરી હતી. આ વિમાન વિશ્વના સૌથી મોટા વિમાનોમાંનું એક છે. પ્લેનને એવો આકાર આપવામાં આવ્યો છે, જેથી તે એક હસતી માછલી જેવું લાગે છે.

Airbus બેલાગા એક્સએલે પ્રથમ નવેમ્બર 2014માં શરૂ કરવામાં આવી હતી. આ એર ક્રાફ્ટનું નવું સંસ્કરણ જૂના પ્લેન કરતા 1 મીટર પહોળું છે. નવું વર્ઝન 28મી જૂને તેને નવા દેખાવમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ વિમાન વાસ્તવમાં વેલ જેવા નામને કારણે આવા આકારમાં બનાવવામાં આવ્યું છે. એર ક્રાફ્ટનું નામ બેલાગા વેલ છે. આ ડિઝાઇનની તરફેણમાં, ઓનલાઇન મતદાનમાં 20 હજાર લોકોએ મતદાન કર્યું હતું. જો કે, આ હસતી વેલને ઇન્ટરનેટ પર તેના જાદુ ચાલી ગયું છે અને તેના ફોટોગ્રાફ્સને હજ્જારો લાઈક્સ અને ટિપ્પણીઓ મળી રહી છે.

એરબસે એક અહેવાલમાં જણાવ્યું હતું કે બેલાગા એક્સએલ સફળતાપૂર્વક તેની પ્રથમ 4 કલાક 11-મિનિટની ફ્લાઇટ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

You might also like