બ્રાઝિલની ફૂટબોલ ટીમને લઈ જતું વિમાન ક્રેશઃ ૮૦નાં મોત

રિયો ડી જાનેરો: બ્રાઝિલના ફૂટબોલ ખેલાડીઓની ટીમને લઈ જતું એક વિમાન કોલંબિયામાં તૂટી પડ્યું હતું. સમાચાર એજન્સી એએફપીના અહેવાલ અનુસાર બ્રાઝિલની ફૂટબોલ ટીમને લઈ જતા આ વિમાનમાં ૮૦ પ્રવાસીઓ સવાર હતા. બ્રાઝિલથી મેડે‌િલન એરપોર્ટ પર ટીમને લઈને જતું વિમાન ઉડાન ભર્યા બાદ રડાર પરથી અદૃશ્ય થઈ ગયું હતું. રશિયાના જણાવ્યા પ્રમાણે આ જેટ વિમાનમાં બ્રાઝિલની ફૂટબોલ ટીમ સહિત ૮૦ પ્રવાસીઓ હતા.

વિમાનમાં ૭૨ પ્રવાસીઓ અને ચાલકદળના નવ સભ્યો સવાર હતા. આ વિમાનમાં સાઉથ અમેરિકન ફૂટબોલ ચે‌િમ્પ‌યન‌િશ‌પના ફાઈનાલિસ્ટ સવાર હતા. પ્રારંભિક અહેવાલો અનુસાર સ્થાનિક સમય ‌મુજબ રાત્રે ૧૦.૧૫ કલાકે આ અકસ્માત થયો હતો, જ્યારે વિમાનનું ઈંધણ ખલાસ થઈ ગયું હતું.
ટ્વિટર પર શેર કરવામાં આવેલા વીડિયો પર જણાવાયું છે કે વિમાને ઉડાન ભર્યા બાદ તુરત ફ્લાઈટ રડાર પરથી ગાયબ થઈ ગઇ હતી. સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે આ વિમાને બોલિવિયાથી ઉડાન ભરી હતી અને મેડેલિન ઈન્ટરનેશનલ એરપોર્ટ જઈ રહ્યું હતું.

સત્તાવાળાઓ રડાર ઉપરથી વિમાન ગાયબ થઈ બાદ સતર્ક થઈ ગયા હતા અને વિમાનની શોધખોળ કરવાના પ્રયાસો જારી કર્યા હતા. એવું જાણવા મળ્યું છે કે આ વિમાન કોલંબિયામાં તૂટી પડ્યું છે અને વિમાનમાં સવાર બ્રાઝિલની ફૂટબોલ ટીમના ખેલાડીઓ સહિત તમામ પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર આ ચાર્ટર્ડ એરક્રાફ્ટ બ્રાઝિલની ફૂટબોલ ટીમ ચેપેકોએન્સેને લઈને જઈ રહ્યું હતું. આ ટીમ મેડેલિનમાં બુધવારે એટલિકો નેશનલ ટીમ સામે કોપાસુદામેરિકા ફાઈનલ મેચ રમવાની હતી.

visit: sambhaavnews.com

You might also like