બાળકોને જરૂરથી પસંદ આવશે આ પિત્ઝા ટોસ્ટ

બાળકોને જરૂરથી પસંદ આવશે આ પિત્ઝા ટોસ્ટ

સામગ્રી

8 નંગ બ્રેડ

2 ચમચા ચીઝ

1 ડુંગળી (કટ કરેલી)

1 ટામેટુ (કટ કરેલું)

1 ગાજર છીણેલું

1 કેપ્સીકમ બારીક કટ કરેલુ

1 નાની ચમચી લીલા મરચાં, (કટ કરેલા)

1 ચમચી ધાણા (કટ કરેલા)

½ ચમચી ચીલી સોસ

¼ ચમચી સોજી

¼ કપ મલાઇ

મીઠું સ્વાદ અનુસાર

1 ચમચી તેલ

બનાવવાની રીતઃ એક બાઉલમાં તમામ સામગ્રી મિક્સ કરીને પાંચ મિનિટ માટે સાઇડમાં રહેવા દો. બ્રેડ પર કટ કરેલી સામગ્રી ફેલાવો. હવે ગેસ પર પેન મૂકી તેલ રેડી અને બ્રેડ તેની પર રાખો બંને બાજુ બ્રેડને શેકી લો. ત્યાર બાદ એક સાઇડ પર મસાલો સ્પ્રેડ કરીને ધીમા તાપે લાઇટ બ્રાઉન કલરની બ્રેડ શેકો. બ્રેડ કડક થાય ત્યાં સુધી તેને શેકો. તમામ બ્રેડ આ રીતે શેકો અને ટામેટા સોસ સાથે સર્વ કરો. બાળકોને ખૂબ જ ભાવશે.

You might also like