પિત્ઝા ઢોકળાં

સામગ્રીઃ ૬ નંગ લાલ, લીલા, પીળા કેપ્સિકમ, ૧ કપ ઢોકળાંનો લોટ, ૧ કપ દહીં, અડધી ચમચી બેકિંગ પાઉડર, મીઠું સ્વાદ મુજબ, ૨ નંગ ગાજર, પા કપ પત્તાં ગોબી, અડધો કપ બાફેલા વટાણા, તેલ, ઓરેગાનો, ચિલી ફ્લેક્સ એક ચમચી, ૧૦૦ ગ્રામ પનીર, તલ બે ચમચી, ટૉમેટો કેચપ બે ચમચી, ચિલી ગાર્લિક સોસ એક ચમચી, ટોબેસ્કો સોસ બે ચમચી, પિત્ઝા મસાલો, બાફેલા મકાઈ દાણા અને કાપેલા સિમલા મરચાં

રીતઃ ઢોકળાના લોટમાં દહીં ઉમેરી ૭ કલાક આથો આવવા દેવો. ખીરામાં ઓરેગાનો, ચિલી ફ્લેક્સ, મીઠું, છીણેલું પનીર, ગાજર, કોબીજ, વટાણા, તેલ, બેકિંગ સોડા નાખી મિક્સ કરી ખીરું જાડું રાખવું. કેપ્સિકમને ઉપરથી કાપી બી કાઢીને તેમાં ખીરું ભરી દેવું. ૧૫ મિનિટ કેપ્સિકમને બાફી લેવા. ત્યારબાદ તેની ગોળ જાડી સ્લાઈસ કાપી પૅનમાં તેલ મૂકી તલ નાખીને વઘાર સ્લાઈસ પર પાથરો.

હવે દરેક પિત્ઝા સ્લાઈસ પર ટૉમેટો કેચપ, ચિલી-ગાર્લિક સોસ, ટોબેસ્કો સોસ, પિત્ઝા મસાલો, કાપેલી ડુંગળી, સમારેલાં કેપ્સિકમ, મકાઈ દાણા પાથરો. તેના ઉપર છીણેલું ચીઝ પાથરો અને તવા પર બધી પિત્ઝા સ્લાઈસ મૂકી ચીઝ ઓગળે નહીં ત્યાં સુધી તેને પકાવો અથવા માઈક્રોવેવ ઑવનમાં બધી ઢોકળાં પિત્ઝા સ્લાઈસ ગોઠવીને ૨૫૦ ડીગ્રી ઉપર બે મિનિટ માટે બૅક કરો અને ગરમાગરમ સર્વ કરો.

You might also like