હવે રેન્ડિયર કરશે પિત્ઝા ડિલિવરી

એક તરફ જ્યાં ડ્રોન વડે પિત્ઝા ડિલિવર કરવાની વાતો થઈ રહી છે ત્યારે પિત્ઝા બનાવતી વર્લ્ડ ચેઈન ડોમિનોઝની જાપાનીઝ કંપનીએ નવો જ પ્રયોગ આદર્યો છે. એમનું કહેવું છે કે શિયાળામાં જ્યારે બરફિલો માહોલ થઈ જાય છે ત્યારે એને પિત્ઝા ડિલિવરી કરવામાં ભારે તકલીફ પડે છે એટલે જ જાપાનના આવેલા ડોમિનોઝના અધિકારીઓએ જાહેરાત કરી છે કે તેઓ હવે રેન્ડિયર પર પિત્ઝાની ડિલિવરી કરશે, ક્રિમસમના પોપ્યુલર પાત્ર સાંતા ક્લોઝ આવા જ શિંગડાંવાળાં રેન્ડિયર પર બેસીને આવતા હોવાનું કહેવાય છે.

કંપની બેલ્ટ વડે પિત્ઝાને ગરમ રાખતું બોક્સ રેન્ડિયરની પીઠ પર બાંધીને પિત્ઝા વેચશે એવું કહેવાયું છે. એમને આ કામ માટે રેન્ડિયરને ટ્રેઈન કરવામાં થોડી તકલીફ પડશે. કેમ કે એ રેન્ડિયરની સાથે કોઈ માણસ નહીં હોય. રેન્ડિયર સાથે એક જીપીએસ ડિવાઈઝ પણ બેસાડાશે.

visit: sambhaavnews.com

You might also like