બરફિલા પાણી પર પિયાનોવાદન

ઈટાલીના અત્યંત સિનિયર પિયોનાવાદક લુડોવિકો એઈનૌદીએ હમણાં ફરી પાછુંં પોતાની કળાનું પ્રદર્શન કર્યું. તેમણે આપણાં રૂંવાડાં ઉભાં થઈ જાય એવી ધૂનો છેડી, પરંતુ આ વખતે એમણે કોઈ વિશાળ હોલમાં નહીં બલકે આર્કટિક મહાસાગરના પાણીની ઉપર બરફનાં તરતાં ચોસલાંની વચ્ચે એક પ્લેટફોર્મ પર સંગીતની સુરાવલિઓ છેડી હતી. જાણે બરફની એક નાનકડી હિમશિલિપાણી પર તરતી હોય એવું સફેદ રંગનું તારાપા જેવું એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું. એના પર ગોઠવેલા પિયાનો સામે ગોઠવાઈને આ લુડોવિકો અંકલે પિયાનો વગાડ્યો હતો. તેમને સાંભળી રહેલા મુઠ્ઠીભર લોકો પણ સાથે હોડીમાં બેસીને તરતાં-તરતાં એ ધૂનો સાંભળી રહ્યા હતા.

You might also like