પિથોરાગઢમાં સોના સહિત કીમતી ખનીજોની ખાણ મળી

પિથોરાગઢ: ઉત્તરાખંડના પિથોરાગઢમાં આવેલા અાસ્ફાલ્ટના પહાડો નીચે કીમતી ધાતુનો ખજાનો ધરાવતી સોનાની ખાણ મળી છે. એક સર્વેમાં જણાવ્યા અનુસાર આ ખાણમાં સોનું, તાંબું, ચાંદી, લેડ, સીસુ જેવી ૧.૬૫ લાખ મેટ્રિક ટન ધાતુ છુપાયેલી છે. આ ખનીજ સંપદા દેશને ફરી ‘સોને કી ચીડિયા’ બનાવી શકે છે, જોકે હજુ સુધી અહીંની સરકાર આ દિશામાં કોઈ મહત્ત્વની કામગીરી હાથ ધરી રહી નથી.

અાસ્ફાલ્ટના પહાડ નીચે દબાયેલો આ એક એવો કીમતી ખજાનો છે કે જેને મેળવવા સમગ્ર દુનિયાની નજર તેના પર છે. મિનરલ એક્સપ્લોરેશન કોર્પોરેશને (એમઈસી), અહીં ૩૦ વર્ષ સુધી ખનન કર્યું હતું અને ધાતુઓ કાઢી હતી. તે પહેલાં ડીજીએમએ અહીં સર્વે કરીને ધાતુ કાઢી હતી. ડીજીએમના કેટલાક કર્મચારીઓ હજુ અહીં છે. આ જગ્યા આસ્ફાલ્ટના તાંબાની ખાણ તરીકે પ્રસિદ્ધ છે. બીજી બાજુ આસ્ફાલ્ટના કસ્તુરામૃગ અભયારણ્ય જાહેર થયા બાદ એમઈસીએ અહીં ખનીજોને કાઢવાની કામગીરી રોકી દીધી હતી.ખનીજ ડાયરેક્ટોરેટના સર્વે અનુસાર ૨૦૧૩માં કેનેડાની પ્રસિદ્ધ ગોલ્ડ કંપનીએ પણ અહીં હાથ અજમાવ્યો હતો. સરકારની મંજૂરી લઈને આ ગોલ્ડ કંપનીની ભારતીય શાખાએ અહીં સર્વેક્ષણ કરાયું હતું.

કંપનીએ સર્વે રિપોર્ટ બાદ અહીં ધાતુઓનાં ખનન માટે આ વિસ્તારમાં રૂ. ૨૦૦ કરોડ રોકવાનો નિર્ણય કર્યો હતો. તેમાં કંપનીએ પોતાની કાર્યાલય ખોલ્યું હતું અને સર્વે માટે અત્યાધુનિક મશીનો પણ લાવવામાં આવ્યાં હતાં. કંપનીએ સરકાર પાસે ખનન માટે ૨૦૦૭માં ૩૦ વર્ષના લીઝની મંજૂરી માગી હતી.

You might also like