પીરાણા રોડ પર ઓરડીમાંથી વૃદ્ધની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી

અમદાવાદ: શહેરના પીરાણારોડ પર આવેલા સુએજ ફાર્મની એક ઓરડીમાંથી વૃદ્ધની વિકૃત હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે.

વાસણા વિસ્તારમાં એકવાયુ જીવન જીવતા રામચંદ્રભાઈ કવરજી સિંધીની અત્યંત વિકૃત હાલતમાં લાશ પીરાણારોડ પાસે આવેલ સુએજ ફાર્મની એક ઓરડીમાંથી મળી આવી છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર રામચંદ્રભાઈએ પીરાણારોડ પર રહેતી એક મહિલાને ધર્મની બહેન બનાવી હતી. અવારનવાર રામચંદ્રભાઈ તેમની બહેનને મળવા માટે આવતા હતા. છેલ્લા એકાદ-બે વર્ષથી તેમની બહેન પરિવાર સાથે બાવળા રહેવા માટે ગયા હતા.

બે દિવસ પહેલાં સુએજ ફાર્મ પાસે એક મહિલા કામ કરતી હતી ત્યારે દુર્ગંધ મારતા અા બનાવની જાણ થઈ હતી. પોલીસે રામચંદ્રભાઇની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસની પ્રાથ‌િમક તપાસમાં કોઇ જાણભેદુએ ઓરડીમાં રામચંદ્રભાઇની ગળે ટૂંપો દઇને હત્યા કરી છે અને તે ઓરડી બંધ કરીને જતો રહ્યો છે. હાલ રામચંદ્રભાઇની ધર્મની બહેન તથા તેમના પરિવારનાં નિવેદનો લેવાની કામગીરી ચાલે છે.

You might also like