હાઇ વેને રનવે સમજી બેઠા પાયલોટ્સ : 180નાં જીવ થોડાકમાં બચ્યો

જયપુર : અમદાવાદથી જયપુર જઇ રહેલી ઇન્ડિગોની એક ફ્લાઇટને પાયલોટે રનવે સમજીને રોડ પર જ ઉતારવાની તૈયારી કરી હતી. પ્લેન રોડથી આશરે 900 ફૂટની ઉંચાઇ પર હતું. જો વોર્નિંગ સિસ્ટમે સમયસર કામ ન કર્યું હોત તો રસતા પર ભારે તબાહી મચી શકી હોત. આ મુદ્દે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને બંન્ને પાટલોટ્સને સસ્પેન્ડ કર્યા છે. આ વર્ષે 27 ફેબ્રુઆરીએ ઇન્ડિગોની ફ્લાઇટ 6E237 અમદાવાદથી જયપુર આવી રહી હતી.

ફ્લાઇટનાં પાયલોટોએ એરપોર્ટની પાસે આવેલ NH-12ને રનવે સમજી લીધો, તેઓ ત્યાં જ પ્લેન ઉતારવાની તૈયારીમાં છે. પ્લેન જમીનથી આશરે 900 ફૂટ ઉપર હતું. પ્લેન 700 ફૂટ પ્રતિ મિનિટની ઝડપથી ઉતરી રહ્યું હતું. જમીન પર આવતા પ્લેનને દોઢ મિનિટ જેટલો સમય લાગ્યો હતો. ત્યારે એરપોર્ટ કન્ટ્રોલર હરકતમાં આવ્યું હતું. તાત્કાલિક ગ્રાઉન્ડ પ્રોક્સિમેટ્રી વોર્નિંગ આપવામાં આવી હતી. જેનાંથી પ્લેનનાં બંન્ને પાયલોટ એલર્ટ થઇ ગયા હતા અને 180 પેસેન્જરનાં જીવ બચી ગયા હતા.

પાયલોટ્સે પ્લેનને ફરીથી ઉપર લઇ લીધું હતુ અને એક ચક્કર લગાવ્યા બાદ જયપુર એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. પ્લેન લેન્ડ થતાની સાથે જ ડીજીસીએ તપાસ ચાલુ કરી દીધી હતી. પ્રાથમિક તપાસમાં જ જાણવા મળ્યું કે બંન્ને પાયલોટ્સ બેદરકારીનાં કારણે ઘટનાં બની હતી. જેનાં પગલે બંન્ને પાટલોટ્સને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

You might also like