પાઇલટે કરી અનોખી જાહેરાત

બસ કે ટ્રેનમાં મુસાફરી કરતી વેળા મોટેભાગે લોકો ટિકિટ લેવા માટે બસ કે ટ્રેનમાં ચઢવા બાબતે, ધક્કામુક્કી કરવા બાબતે અને સીટ પર બેસવા માટે ઝઘડો કરતા હોય છે. જોકે વિમાનમાં મુસાફરી કરતાં લોકો મહદંશે અણછાજતો વ્યવહાર કરતા નથી જોવા મળતા. વિમાનમાં રાજકીય મુદ્દાઓને લઇને મારામારી થઇ હોય તેવા કિસ્સા પણ ભાગ્યે જ પ્રકાશમાં આવે છે. હાલમાં અમેરિકામાં આવેલા ચૂંટણી પરિણામનો વિષય ચર્ચાના ચગડોળે છે. ટ્રમ્પના સમર્થકો માટે આ પરિણામ ખુશી આપનારું છે, જ્યારે તેના વિરોધીઓ માટે આઘાતજનક. પણ આ પરિણામ લોકોને કઇ હદે આઘાતજનક લાગ્યું તેનો રમૂજી કિસ્સો અમેરિકન એરલાઇન્સના એક વિમાનમાં જોવા મળ્યો. અમેરિકાના એક પ્લેનમાં ડોનાલ્ડ ટ્રમ્પના જીતવાના મુદ્દે બે મુસાફરો વચ્ચે ઝઘડો થઇ ગયો.

વાત એટલી હદે વણસી ગઇ કે બંને મુસાફરો મારામારી પર આવી ગયા. આખરે વિમાનના પાઇલટે હસ્તક્ષેપ કરવો પડ્યો. પાઇલટે ઇન્ટરકોમની મદદથી જાહેરાત કરી કે અમેરિકાના ચૂંટણી પરિણામને લઇને લોકોમાં મતમતાંતર પ્રવર્તી રહ્યા છે, તે વાત હું સમજું છું પણ આપણે બીજા લોકોના અભિપ્રાયને માન આપવું જોઇએ અને સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ. વાત આટલા એનાઉન્સમેન્ટથી જ નથી અટકતી. પાઇલટે વધુમાં ઉમેરવું પડ્યું કે
જેને પણ મારી જાહેરાત સામે વાંધો હોેય તેઓ વિમાનમાંથી ઊતરી શકે છે અને આવતીકાલની ફ્લાઇટ પકડી શકે છે. પાઇલટની આ જાહેરાત સાંભળીને લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું અને લોકોનો ચર્ચાનો વિષય પણ
બદલાઇ ગયો.

You might also like