કેનેડામાં બે વિમાનો સામસામે ટકરાતાં સર્જાઇ દુર્ઘટના, એક પાયલટનું મોત

કેનેડામાં એક નાનું યાત્રી વિમાન અને એક અન્ય વિમાન એકબીજાને ટકરાતા દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયાં. આ દુર્ઘટનામાં નાના વિમાનનાં પાયલટનું મોત થઇ ગયું છે. પોલીસે જણાવ્યું કે ઓટાવાથી અંદાજે 30 કિ.મી પશ્ચિમમાં ઓંટારિયોનાં કાર્પમાં રવિવારનાં રોજ થયેલી દુર્ઘટનાનાં કારણ વિશે બરાબર માલૂમ નથી.

સેસના વિમાનનું પાયલટ એકલો પોતે જ વિમાન ઉડાવી રહ્યો હતો. તેને ઘટનાસ્થળ પર જ મૃત ઘોષિત જાહેર કરી દેવાયા હતાં. ટ્રાન્સપોર્ટ કેનેડાનાં પ્રવક્તાએ જણાવ્યું કે, બીજા વિમાનને ટર્બોપ્રૉપ પાઇપર પીએ-42નાં ઓટાવાનાં આંતરરાષ્ટ્રીય હવાઇ મથકે મોકલવામાં આવ્યું. જ્યાં તે સુરક્ષિત રીતે ઉતારી દેવાયું. તેઓએ જણાવ્યું કે આ ઘટનાની વધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આપાત સેવાઓનાં હવાલેથી સીબીસીએ જણાવ્યું કે પાઈપર વિમાનનાં પાયલટે હવાઇ ટ્રાફિક નિયંત્રકોને જણાવ્યું કે સેસનાએ નીચેથી ઉતરીને ટક્કર મારી અને તેનાં લેન્ડિંગ ગેરને ક્ષતિગ્રસ્ત કરી દીધું. આ ઘટનામાં પાઇપર વિમાનનું પાયલટ અને તેમાં સવાર યાત્રી, બંનેમાંથી કોઇ જ ઘાયલ નથી થયું.

You might also like