અમરનાથ યાત્રા પર યાત્રીઓનો પહેલો જત્થો રવાના

પહેલગામ : બાબા બર્ફાનીનાં દર્શનો માટે 2503 શ્રદ્ધાળુઓનું એક જત્થો જમ્મુથી આજે રવાના થયો હતો. આ જત્થામાં 1853 પુરૂષ અને 550 મહિલાઓ અને 100 સાધુઓનો સમાવેશ થાય છે. જે 78 વાહનોમાં બેસીને અમરનાથ મંદિર જવા માટે રવાનાં થયા તે આજે વહેલી સવારે બાલટાલ અને પહેલગામ બેઝ શબીરી માટે રવાનાં થયું હતું. આ જથ્થાની સાથે ગત્ત સાંજે 90,045 શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીનાં દર્શો કરી લેશે.

40 દિવસો સુધી ચાલનારી આ યાત્રા દરમિયાન આતંકવાદી હૂમલાની આશંકાઓનાં કારણે યાત્રીઓની સુરક્ષા માટે પુરતી વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આ વખતે યાત્રા પર નજર રાખવા માટે ટ્રેકિંગ સિસ્ટમ, ડ્રોન, મોબાઇલ બંકર વાહન, રોડ ઓપનિંગ પાર્ટી, સહિત સમગ્ર માર્ગ પર પહેલગામ અને બાલટાલ સુધી સુરક્ષાદળોને ગોઠવવામાં આવ્યા છે. ઉપરાંત કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની મદદ માટે વધારાનાં 40 હજાર અર્ધસૈનિક દળોને પણ મોકલી આપ્યા છે.

You might also like